LPGથી લઈને બેંક સુધી... ઓગસ્ટથી લાગુ થશે આ 10 મોટા નિયમો, તમને પડશે સીધી અસર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

1st August Rule Changes : ઓગસ્ટ મહિનાની પહેલી તારીખથી દેશમાં કેટલાક મહત્વપૂર્ણ નિયમો બદલાવા જઈ રહ્યા છે. રસોઈ ગેસ સિલિન્ડરના ભાવથી લઈને રેલ્વે ટિકિટ બુકિંગ, ઈનકમ ટેક્સ અને ક્રેડિટ કાર્ડ સુધીના નિયમોમાં ફેરફાર થશે, જેની સીધી અસર સામાન્ય નાગરિકોના દૈનિક બજેટ પર જોવા મળશે.
1… LPG સિલિન્ડરના નવા ભાવ
LPG Price Update : દર મહિનાની પહેલી તારીખે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી સિલિન્ડરના ભાવ સમીક્ષા કરે છે. 1 ઓગસ્ટ 2026ના રોજ સવારે રસોઈ ગેસ અને કમર્શિયલ સિલિન્ડરના નવા દરો જાહેર થશે.
2… એર ફ્યુઅલના ભાવમાં ફેરફાર
Air Fuel Price Change : એલપીજીની સાથે એર ટર્બાઇન ફ્યુઅલ (ATF) ના નવા દરો પણ જાહેર કરવામાં આવશે. એવિએશન ફ્યુઅલના ભાવમાં થતા ફેરફારની સીધી અસર હવાઈ પ્રવાસના ભાડા પર પડે છે.
3… રેલ્વે તત્કાલ ટિકિટ બુકિંગ નિયમ
Tatkal Ticket Booking Rules : રેલ્વે સ્ટેશનના રિઝર્વેશન કાઉન્ટર પર ભીડ ઘટાડવા માટે તત્કાલ ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કરાયો છે. હવે ટોકન આપવાનો સમય તત્કાલ બુકિંગ શરૂ થવાના સમયની સાથે જ રાખવામાં આવશે.
4… SMS એલર્ટ ચાર્જમાં ફેરફાર
SMS Alert Charge Revision : કેટલીક બેંકો પોતાના સર્વિસ ચાર્જમાં બદલાવ કરી રહી છે. ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક પોતાના ગ્રાહકો માટે મહિને નિશ્ચિત મર્યાદા બાદ પ્રત્યેક SMS પર 30 પૈસાનો શુલ્ક વસૂલશે.
5… મોંઘવારીનો ડબલ ડોઝ
Inflation Impact on FMCG & Electronics : FMCG સેક્ટરની રોજિંદી વસ્તુઓ જેવી કે ચા, સાબુ અને હેર ઓઈલના ભાવ 6% થી 8% સુધી વધી શકે છે. આ સિવાય ટીવી, ફ્રિજ અને વોશિંગ મશીન જેવા ઈલેક્ટ્રોનિક્સ સાધનો 4% થી 6% સુધી મોંઘા થઈ શકે છે, જ્યારે ઓટો કંપનીઓ પણ વાહનોની કિંમતમાં વધારો કરી શકે છે.
6… ઇનકમ ટેક્સ રિટર્ન લેટ ફી
ITR Late Fee Penalty : ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ પૂર્ણ થઈ ગઈ છે. 1 ઓગસ્ટથી લેટ આઈટીઆર ફાઈલ કરવા પર આવકના આધારે 1,000 રૂપિયાથી લઈને 5,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે.
7… ક્રેડિટ કાર્ડ બિલિંગના નવા નિયમો
Credit Card Rules : RBIના નવા નિર્દેશો મુજબ ક્રેડિટ કાર્ડ બિલિંગમાં વધુ પારદર્શિતા આવશે. બેંકો હવે ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરતી વખતે મૂળ રકમમાં લેટ પેનલ્ટી કે અન્ય વધારાના ચાર્જ ઉમેરી શકશે નહીં.
8… CKYC 2.0 ની શરૂઆત
CKYC 2.0 Rollout : બેંકિંગ અને મ્યુચ્યુઅલ ફંડ સેક્ટરમાં CKYC 2.0 સિસ્ટમ લાગુ થઈ રહી છે. આ સિસ્ટમથી ગ્રાહકોએ અલગ-અલગ નાણાકીય સેવાઓ કે નવું એકાઉન્ટ ખોલાવવા માટે વારંવાર એકસરખા કેવાયસી દસ્તાવેજો આપવા નહીં પડે.
9… GST અને e-Way બિલમાં ફેરફાર
GST & e-Way Bill Changes : વેપારીઓ માટે GST નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે. 'Bill To-Ship To' વ્યવહારોમાં શિપ-ટૂ GSTIN દર્શાવવું ફરજિયાત બનશે અને વેપારીઓ પોતાની મરજીથી ઈ-વે બિલ બંધ પણ કરી શકશે.
10… બેંક રજાઓની યાદી
Bank Holidays List : ઓગસ્ટ મહિનામાં રક્ષાબંધન, સ્વતંત્રતા દિવસ અને ઈદ-એ-મિલાદ જેવા વિવિધ તહેવારોને કારણે અલગ-અલગ રાજ્યોમાં બેંકો બંધ રહેશે. જોકે આ સમયગાળા દરમિયાન ઓનલાઈન બેંકિંગ સેવાઓ યથાવત ચાલુ રહેશે.









