India

પહેલીવાર ભારતની 14 દીકરીઓ આર્મી અને એરફોર્સમાં અધિકારી બની, 746 કેડેટ્સને કમીશન

By GS Team
13 Jun 20264 mins read
TukuTouch Logo
13 જૂન, 2026નો આ દિવસ ભારતીય સેના અને દેશની તમામ મહિલાઓ માટે અત્યંત ગૌરવશાળી અને ઐતિહાસિક સાબિત થયો છે. નેશનલ ડિફેન્સ એકેડમી (NDA)ની પરીક્ષા પાસ કરનારી દેશની 14 દીકરીઓ 1 વર્ષની કપરી ટ્રેનિંગ પૂરી કરીને આજે સત્તાવાર રીતે આર્મી અને એરફોર્સમાં ઓફિસર બની ગઈ છે. દેહરાદૂનની ઇન્ડિયન મિલિટ્રી એકેડમી (IMA) અને હૈદરાબાદની ડુંડીગલ એરફોર્સ એકેડમીમાં યોજાયેલી શાનદાર પાસિંગ આઉટ પરેડ (POP) બાદ આ તમામ દીકરીઓ દેશની સેવામાં કમિશન થઈ છે. આ સિદ્ધિ એટલા માટે ખાસ છે કારણ કે સેનાના ઇતિહાસમાં આવું પહેલીવાર બની રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પહેલીવાર ભારતની 14 દીકરીઓ આર્મી અને એરફોર્સમાં અધિકારી બની, 746 કેડેટ્સને કમીશન
(IMAGE - IANS)

NDA Passing Out Parade 2026: 13 જૂન, 2026નો આ દિવસ ભારતીય સેના અને દેશની તમામ મહિલાઓ માટે અત્યંત ગૌરવશાળી અને ઐતિહાસિક સાબિત થયો છે. નેશનલ ડિફેન્સ એકેડમી (NDA)ની પરીક્ષા પાસ કરનારી દેશની 14 દીકરીઓ 1 વર્ષની કપરી ટ્રેનિંગ પૂરી કરીને આજે સત્તાવાર રીતે આર્મી અને એરફોર્સમાં ઓફિસર બની ગઈ છે. દેહરાદૂનની ઇન્ડિયન મિલિટ્રી એકેડમી (IMA) અને હૈદરાબાદની ડુંડીગલ એરફોર્સ એકેડમીમાં યોજાયેલી શાનદાર પાસિંગ આઉટ પરેડ (POP) બાદ આ તમામ દીકરીઓ દેશની સેવામાં કમિશન થઈ છે. આ સિદ્ધિ એટલા માટે ખાસ છે કારણ કે સેનાના ઇતિહાસમાં આવું પહેલીવાર બની રહ્યું છે.

94 વર્ષમાં પહેલીવાર: મહિલા કેડેટ્સે પુરુષો સાથે મેળવ્યા કદમથી કદમ

દેહરાદૂનની ઇન્ડિયન મિલિટ્રી એકેડમી (IMA)ની સ્થાપના 1 ઓક્ટોબર, 1932ના રોજ થઈ હતી. પોતાના 94 વર્ષના ભવ્ય ઇતિહાસમાં પહેલીવાર આ એકેડમીએ એવો નજારો જોયો જેણે દેશની છાતી ગજગજ ફુલાવી દીધી. IMAના ઇતિહાસમાં આ પ્રથમ તક હતી જ્યારે 9 મહિલા કેડેટ્સે પુરુષ કેડેટ્સની સાથે ખભેથી ખભો મિલાવીને લાસ્ટ સ્ટેપ પાર કર્યો અને ભારતીય થલસેનામાં સૈન્ય અધિકારી બની. જ્યારે ચેટવુડ બિલ્ડિંગની સામે આ દીકરીઓએ ડ્રિલ સ્ક્વેરમાં કદમતાલ મિલાવ્યા, ત્યારે આખો માહોલ દેશભક્તિના રંગે રંગાઈ ગયો હતો.

આર્મીને મળી 9 અને એરફોર્સને મળી 5 મહિલા ઓફિસર્સ

આ ઐતિહાસિક પાસિંગ આઉટ પરેડ દરમિયાન દેશને કુલ 746 નવા સૈન્ય અધિકારીઓ મળ્યા છે:

- દેહરાદૂન IMAમાંથી કુલ 515 કેડેટ્સ પાસ આઉટ થયા, જેમાં NDAના પહેલા મહિલા બેચની 9 મહિલા કેડેટ્સ સૈન્ય અધિકારી બની છે.

- હૈદરાબાદ એરફોર્સ એકેડમીમાંથી કુલ 231 ફ્લાઇટ કેડેટ્સ પાસ આઉટ થયા, જેમાં 5 મહિલા કેડેટ્સ (NDA બેચની) વાયુસેનામાં ઓફિસર તરીકે કમિશન થઈ છે.

- વિશેષ વાત એ છે કે, દેહરાદૂન એકેડમીમાંથી આ વખતે 16 મિત્ર દેશોના 34 વિદેશી કેડેટ્સે પણ ટ્રેનિંગ પૂરી કરી છે, જે ભારતની વૈશ્વિક સૈન્ય તાકાત દર્શાવે છે.

આ પણ વાંચો: CBIને નીરવ મોદી વિરુદ્ધના 321 કરોડના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા

સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદાથી બદલાયું સેનાનું ચિત્ર

અગાઉ મહિલાઓ માટે NDAના દરવાજા બંધ હતા અને તેઓ માત્ર શોર્ટ સર્વિસ કમિશન, ચેન્નાઈની OTA અથવા મેડિકલ સર્વિસ દ્વારા જ સેનામાં જોડાઈ શકતી હતી. પરંતુ જૂન 2022માં સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક આદેશ આપ્યો, જેના પછી ઓગસ્ટ 2022માં મહિલા કેડેટ્સની પ્રથમ બેચે NDAમાં પ્રવેશ મેળવ્યો. 3 વર્ષની આકરી મહેનત બાદ મે 2025માં 18 મહિલા કેડેટ્સ ગ્રેજ્યુએટ થઈ હતી, જેમાંથી 9 દીકરીઓએ ભારતીય આર્મી પસંદ કરી અને 1 વર્ષની આકરી ટ્રેનિંગ બાદ આજે દેશની રક્ષક બની ગઈ.

સ્ટાર્સથી સજ્જ વરદી: વાલીઓની છાતી ગર્વથી ગજગજ ફૂલી

'ભારત માતા, તેરી કસમ તેરે રક્ષક બનેંગે હમ...'ના ગગનભેદી નારાઓ અને IMAના સત્તાવાર ગીતની ધૂન વચ્ચે જ્યારે જેન્ટલમેન અને લેડી કેડેટ્સ કદમતાલ કરતા આગળ વધ્યા, ત્યારે ત્યાં હાજર તેમના માતા-પિતાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા. વાલીઓ પોતાની દીકરીઓ અને દીકરાઓને સેનાની વરદીમાં સ્ટાર્સ સાથે સજ્જ જોઈને ગર્વ અનુભવી રહ્યા હતા.

આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે દેહરાદૂનમાં દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને હૈદરાબાદમાં દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

'આ ભારતની નારીશક્તિનો નવો સૂર્યોદય છે': દ્રૌપદી મુર્મૂ 

કેડેટ્સને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આ ક્ષણને દેશ માટે ખૂબ જ ગૌરવપૂર્ણ ગણાવી હતી. તેમણે કહ્યું, 'આ ભારતીય સૈન્ય એકેડમીના ઇતિહાસમાં પહેલીવાર 9 મહિલા કેડેટ્સ પાસ આઉટ થઈ રહી છે, જે માત્ર આ એકેડમી માટે નહીં પણ સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ છે. તેનો સ્પષ્ટ અર્થ એ છે કે ભારતમાં મહિલાઓને પુરુષો સમાન જ હક છે અને તેઓ દેશની સુરક્ષામાં બરાબરીની ભાગીદારી નોંધાવી રહી છે.'

આ પણ વાંચો: 'હુમલા સાંખી નહીં લેવાય...', 3 ભારતીયોના મોત અંગે અમેરિકાના વિદેશમંત્રી સમક્ષ ભારતનો વિરોધ

પરેડમાં આ જાંબાઝ ઓફિસર કેડેટ્સને મળ્યા ગોલ્ડ અને સિલ્વર મેડલ

આ શાનદાર પરેડ દરમિયાન શાનદાર પ્રદર્શન કરનારા કેડેટ્સને સન્માનિત કરવામાં આવ્યા હતા:

- ઓફિસર કેડેટ વિશાલ કુમાર: પ્રતિષ્ઠિત 'સ્વૉર્ડ ઓફ ઓનર' અને ગોલ્ડ મેડલથી સન્માનિત.

- ઓફિસર કેડેટ પ્રિન્સ રાજ: સિલ્વર મેડલ મેળવ્યો.

- ઓફિસર કેડેટ તેજસ ભટ્ટ: બ્રોન્ઝ મેડલના હકદાર બન્યા.

- ઓફિસર કેડેટ ઋષભ મિશ્રા: ટેકનિકલ ગ્રેજ્યુએટ કોર્સમાં પ્રથમ આવવા બદલ સિલ્વર મેડલ.

- ઓફિસર કેડેટ સંજય સિંહ: 'ચીફ ઓફ આર્મી સ્ટાફ બેનર' (ઇમ્ફાલ કંપની) એનાયત કરાયું.

- ઓફિસર કેડેટ બોધરાજ થાપા: સ્પેશિયલ કમિશનમાં ગોલ્ડ મેડલ મેળવ્યો.

- ઓફિસર કેડેટ જેફ સદી અલ્વી (બાંગ્લાદેશ): મિત્ર દેશોના કેડેટ્સમાં 'બેસ્ટ ઓફિસર કેડેટ'નો એવોર્ડ જીત્યો.