Get The App

20% ઇથેનોલનું મિશ્રણ... 'પિતા નિયમ બનાવે છે, દીકરા તેનાથી પૈસા કમાય', ગડકરી પર કોંગ્રેસના પ્રહાર

Updated: Sep 4th, 2025

GS TEAM

Google News
Google News
20% ઇથેનોલનું મિશ્રણ... 'પિતા નિયમ બનાવે છે, દીકરા તેનાથી પૈસા કમાય', ગડકરી પર કોંગ્રેસના પ્રહાર 1 - image


Congress Attack On Nitin Gadkari Son Company : કોંગ્રેસે ગુરુવારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પર ગંભીર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા છે. કોંગ્રેસનો દાવો છે કે, ગડકરીના પુત્રોની ઇથેનોલ ઉત્પાદક કંપનીઓએ સરકારની નીતિઓનો લાભ લઈને ઝડપી મસમોટો નફો કમાયો છે. તેમણે ગડકરીના બંને પુત્રોની કંપનીઓની કમાણીનો પણ ઉલ્લેખ કર્યો છે અને કેન્દ્ર સરકાર પર પણ આકરા પ્રહારો કર્યા છે.

સરકારમાં બેઠેલા પિતા નીતિ બનાવે છે અને તેમના પુત્રો કમાણી કરે છે : કોંગ્રેસ

કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરા(Pawan Khera)એ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, નિખિલ ગડકરી (Nikhil Gadkari) અને સારંગ ગડકરી (Sarang Gadkari) નિતિશ ગડકરીના પુત્રો છે. બંને પુત્રોની કંપનીઓ (Cian Agro Industries & Infrastructure Ltd અને Manas Agro Industries And Infrastructure Ltd) ઇથેનોલનું ઉત્પાદન કરે છે. સરકારમાં બેઠેલા પિતા પોલિસી બનાવી રહ્યા છે અને તેમના પુત્રો કમાણી કરી રહ્યા છે.

‘નિખિલની કંપનીની કમાણી પણ વધી અને શેરની કિંમત પણ વધી’

તેમણે કહ્યું કે, ‘નિખિલ ગડકરીની કંપની Cian Agroએ જૂન-2024માં 18 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, ત્યાર પછી આ કમાણી જૂન-2025માં વધીને 723 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. કંપનીના શેરની કિંમત જાન્યુઆરી-2025માં 37 રૂપિયા હતી, હવે શેરની કિંમત વધીને 638 રૂપિયા પર પહોંચી ગઈ છે.

‘ઇથેનોલ મિશ્રણનો ટાર્ગેટ ઝડપથી પૂરો કરી નાખ્યો’

છેલ્લા 11 વર્ષના ઇતિહાસમાં કોઈ પણ યોજના નિર્ધારિત સમયગાળામાં પૂરી થઈ નથી, પરંતુ 20 ટકા ઇથેનોલ મિશ્રણનો ટાર્ગેટ 2025ના નિર્ધારિત સમયગાળ પહેલાં પૂરો કરી દેવાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને નીતિન ગડકરી(Nitin Gadkari)એ જૂન-2024માં કહ્યું હતું કે, મ્યુનિસિપલ કચરામાંથી બનેલા ઇથેનોલના કારણે પેટ્રોલ 55 રૂપિયા લીટર અને ડીઝલ 50 રૂપિયે લીટર મળશે. ત્યારબાદ સપ્ટેમ્બર-2018માં ગડકરીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર પાંચ પ્લાન્ટ સ્થાપશે અને ત્યાં લાકડાના ભૂસું અને મ્યુનિસિપલ કચરામાંથી ઇથેનોલ બનાવાશે. પરંતુ સત્ય વાત એ છે કે, આજ સુધી આવું થઈ શક્યું નથી, એક લીટર ઇથેનોલ પણ બનાવી શકાયું નથી.’

આ પણ વાંચો : UPI યુઝર્સ માટે ગુડ ન્યૂઝ: 24 કલાકમાં રૂ.10 લાખના ટ્રાન્ઝેક્શન કરી શકાશે, જાણો નવા નિયમ

ઇથેનોલ પર્યાવરણ માટે નુકસાનકારક !

ખેરાએ વધુમાં કહ્યું કે, ‘56 ટકા શેરડી અને બાકીના અનાજનો ઉપયોગ કરીને 627 કરોડ લિટર ઇથેનોલમાંથી બનાવાયું છે. તેમાં લાકડાના ભૂસાનો અને મ્યુનિસિપલ કચરાનો ઉપયોગ થયો નથી. જો એક લીટર ઇથેનોલ બનાવવું હોય તો 3000 લીટર પાણીનો વપરાશ થાય છે, જે પર્યાવરણ માટે નુકસાનકારક છે.’ કોંગ્રેસના આ ગંભીર આરોપો બાદ હવે ગડકરી તરફથી શું પ્રતિક્રિયા આવે છે, તેના પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો : પાન મસાલા, સિગારેટ, ગુટખા મોંઘા થયા, જાણો કઈ વસ્તુઓ પર લાગ્યો ‘40% સ્પેશિયલ GST’

Tags :