Get The App

પાન મસાલા, સિગારેટ, ગુટખા મોંઘા થયા, જાણો કઈ વસ્તુઓ પર લાગ્યો ‘40% સ્પેશિયલ GST’

Updated: Sep 4th, 2025

GS TEAM

Google News
Google News
પાન મસાલા, સિગારેટ, ગુટખા મોંઘા થયા, જાણો કઈ વસ્તુઓ પર લાગ્યો ‘40% સ્પેશિયલ GST’ 1 - image


Gutkha Pan Masala, Cigarette GST Rate  : જીએસટી કાઉન્સિલે 3 સપ્ટેમ્બરે યોજાયેલી બેઠકમાં મોટો નિર્ણય લીધો છે. કાઉન્સિલે જીએસટી માટે બે સ્લેબ 5 ટકા અને 18 ટકા મંજૂર કર્યું છે. આ સાથે વર્તમાન 12 ટકા અને 28 ટકાના ટેક્સ સ્લેબ રદ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત કેટલી લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ પર હાઈ રેટ લગાવાયા છે. બેઠકમાં હાજર તમામ સભ્યો તમાકૂ ઉત્પાદનો પર 40 ટકા ટેક્સ લાદવા માટે સંમત થયા છે. તો જાણીએ કયા કયા ઉત્પાદનો પર 40 ટકા લાદવામાં આવ્યો.

આ પણ વાંચો : 5% અને 18%... હવે માત્ર 2 ટેક્સ સ્લેબ હશે, GST કાઉન્સિલની બેઠકમાં લેવાયો નિર્ણય

આ ચીજવસ્તુઓ પર 40 ટકા GST

  • સુપર લક્ઝરી ચીજવસ્તુઓ
  • પાન મસાલા
  • સિગારેટ ગુટખા
  • ચાવવાની તમાકુ
  • જરદા
  • એડેડ શુગર, કાર્બોનેટેડ ડ્રિંક્સ
  • વ્યક્તિગત ઉપયોગ માટે એરક્રાફ્ટ
  • લક્ઝરી કાર
  • ફાસ્ટ ફૂડ

આ ચીજવસ્તુઓ પર 40 ટકા ટેક્સ લાદવા ઉપરાંત અલગથી સેસ પણ લાગી શકે છે.

આ પણ વાંચો : GSTના નવા સ્લેબ અંગે નિર્મલા સીતારમણની જાહેરાત, જાણો શું સસ્તુ થશે અને મોંઘું

જીવન જરૂરિયાતની કઈ કઈ વસ્તુઓ થશે સસ્તી, જુઓ આખી યાદી

  • હેયર ઓઇલ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, સાબુ, ટૂથબ્રશ, શેવિંગ ક્રીમ 18% થી 5%
  • માખણ, ઘી, ચીઝ અને અન્ય ડેરી ઉત્પાદનો 12% થી 5%
  • પ્રી-પેકેજ્ડ નમકીન અને ચવાણું 12% થી 5%
  • વાસણો 12% થી 5%
  • ફીડિંગ બોટલ, બાળકોના નેપકિન્સ અને ડાયપર 12% થી 5%
  • સીવણ મશીન અને તેના ભાગો 12% થી 5%

આરોગ્ય ક્ષેત્રે રાહત

  • હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ 18% થી શૂન્ય
  • થર્મોમીટર 18% થી 5%
  • મેડિકલ ગ્રેડ ઓક્સિજન 12% થી 5%
  • ગ્લુકોમીટર અને ટેસ્ટ સ્ટ્રીપ્સ 12% થી 5%
  • ચશ્મા 12% થી 5%

સ્ટેશનરી વસ્તુઓ ટેક્સ ફ્રી

  • નકશા, ચાર્ટ અને ગ્લોબ્સ 12% થી શૂન્ય
  • પેન્સિલ, શાર્પનર્સ, ક્રેયોન્સ-પેસ્ટલ્સ કલર્સ 12% થી શૂન્ય
  • પાઠ્ય પુસ્તકો અને નોટબુક્સ 12% થી શૂન્ય
  • ઇરેઝર 5% થી શૂન્ય

ખેડૂતોને રાહત

  • ટ્રેક્ટર 12% થી 5%
  • ટ્રેક્ટર ટાયર અને ભાગો 18% થી 5%
  • જંતુનાશકો અને સૂક્ષ્મ પોષકતત્ત્વો 12% થી 5%
  • જમીન ખેડવા, લણણી અને થ્રેશિંગ માટેના મશીનો 12% થી 5%

વાહનો થશે સસ્તા

  • પેટ્રોલ, LPG અને CNG કાર (1200 CC અને 4000 MM સુધીના) 28% થી 18%
  • ડીઝલ કાર (1500 CC અને 4000 MM સુધીના) 28% થી 18%
  • થ્રી-વ્હીલર વાહનો 28% થી 18%
  • 350 CC સુધીના બાઇક 28% થી 18%
  • માલ પરિવહન માટેના વાહનો 28% થી 18%

ઈલેક્ટ્રોનિક ઉપકરણો પર ટેક્સ ઘટાડો

  • એર કંડિશનર 28% થી 18%
  • 32 ઇંચથી મોટા ટીવી 28% થી 18%
  • મોનિટર અને પ્રોજેક્ટર 28% થી 18%
  • ડીશ વોશિંગ મશીન 28% થી 18%


Tags :