India

25 મહિલાઓ સાથે લગ્ન અને કરોડોની છેતરપિંડી! ભાજપના ધારાસભ્યે પોતાના જ વેવાઈ સામે FIR નોંધાવી

By GS Team
9 Aug 20261 min read
TukuTouch Logo
સીતાપુરમાં ભાજપ ધારાસભ્ય જ્ઞાન તિવારીએ પોતાના વેવાઈ અનુજ ત્રિવેદી વિરુદ્ધ છેતરપિંડીની FIR નોંધાવી છે. અનુજ પર 25થી વધુ મહિલાઓ સાથે ઓળખ છુપાવી લગ્ન કરી કરોડોની ઠગાઈનો આરોપ છે. તેણે ધારાસભ્યને મુંબઈના રિયલ એસ્ટેટ બિઝનેસમેન તરીકે ઓળખ આપી હતી. હાલ મુંબઈ પોલીસે અનુજની ધરપકડ કરી છે. સીતાપુર પોલીસ હવે મુંબઈ પોલીસ પાસેથી કસ્ટડી મેળવી વધુ તપાસ કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

25 મહિલાઓ સાથે લગ્ન અને કરોડોની છેતરપિંડી! ભાજપના ધારાસભ્યે પોતાના જ વેવાઈ સામે FIR નોંધાવી
IMAGE SOURCE - @azizkavish

anuj trivedi sitapur fraud: ઉત્તર પ્રદેશના સીતાપુરમાં 25 થી વધુ મહિલાઓ સાથે ઓળખ છુપાવીને લગ્ન કરવા અને કરોડો રૂપિયાની ઠગાઈ કરવાના આરોપી અનુજ ત્રિવેદીની મુશ્કેલીઓ વધી ગઈ છે. હવે તેમના વેવાઈ અને સ્થાનિક ભાજપ ધારાસભ્ય જ્ઞાન તિવારીએ સીતાપુરના રેઉસા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અંગે એફઆઈઆર (FIR) નોંધાવી છે.

શું છે સમગ્ર મામલો?

ભાજપ ધારાસભ્ય જ્ઞાન તિવારીએ લગભગ બે વર્ષ પહેલાં (14 ફેબ્રુઆરી 2024) પોતાની દીકરી ડૉ. પ્રજ્ઞા તિવારીના લગ્ન અનુજ ત્રિવેદીના પુત્ર પ્રખર ત્રિવેદી સાથે કરાવ્યા હતા. લગ્ન સમયે અનુજ ત્રિવેદીએ પોતાને મુંબઈમાં રિયલ એસ્ટેટનો બિઝનેસમેન ગણાવ્યો હતો. પરંતુ તાજેતરમાં સોશિયલ મીડિયા અને મીડિયા અહેવાલો દ્વારા ધારાસભ્યને જાણવા મળ્યું કે તેમના વેવાઈ અનુજ ત્રિવેદીએ પોતાની ઓળખ છુપાવીને અલગ-અલગ શહેરોમાં લગભગ 25 મહિલાઓ સાથે લગ્ન કર્યા છે, અને તેમની સાથે કરોડો રૂપિયાની ઠગાઈ આચરી છે.

મુંબઈ પોલીસે કરી અનુજની ધરપકડ

આ મામલે મુંબઈ પોલીસે અનુજ ત્રિવેદીની પહેલાથી જ ધરપકડ કરી લીધી છે, અને તે મહારાષ્ટ્રની જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. ધારાસભ્ય જ્ઞાન તિવારીએ જણાવ્યું કે, તેમની સાથે અને તેમની પુત્રી સાથે મોટો વિશ્વાસઘાત થયો છે. હવે સીતાપુર પોલીસ મુંબઈ પોલીસ પાસેથી આરોપીની કસ્ટડી મેળવીને આગળની તપાસ કરશે.