ભારતમાં એઆઈ : 12 ટકા નોકરીઓમાં માણસોની જગ્યા લેશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ગોલ્ડમેન સેશના રિપોર્ટનું તારણ
- જેનએઆઈ નોન ફાર્મ સેક્ટરમાં ૪૮ ટકા કર્મચારીઓની કામગીરીને વધુ પ્રભાવશાળી બનાવશે
મુંબઈ : જનરેટિવ એઆઈને કારણે આગામી વર્ષોમાં ભારતના જોબ માર્કેટમાં ફેરફાર જોવા મળશે. ગોલ્ડમેન સેશના રિપોર્ટ અનુસાર, જેનએઆઈને કારણે નોન એગ્રીકલ્ચર સેક્ટરમાં ૧૨ ટકા નોકરીઓમાં માણસોની જગ્યા એઆઈ લેશે. નોન ફાર્મ સેક્ટરમાં ૪૨ થી ૪૮ ટકા નોકરીઓમાં જેનએઆઈ કર્મચારીઓની કામગીરીને વધુ પ્રભાવશાળી બનાવશે.
ભારતના નોન-એગ્રીકલ્ચરલ સેક્ટરમાં હાલમાં થતી કામગીરીમાંથી ૧૭ ટકા સુધીની કામગીરી જેનએઆઈ કરી શકે છે. ક્લર્ક અને રુટિન ઓફિસ જોબ્સમાં એઆઈ વધુ અસરકારક સાબિત થઈ શકે છે. નોન-એગ્રી સેક્ટરમાં ક્લર્ક જોબ્સનો હિસ્સો ૩ ટકા જેટલો હોય છે. સેલ્સ વર્કર્સનો હિસ્સો ૨ ટકા અને ટેકનિશિયન્સનો હિસ્સો ૧ ટકા હોય છે. એજ્યુકેશન, મીડિયા, ફાઈનાન્સ, હેલ્થકેર અને પ્રોફેશનલ સર્વિસ જેવા સેક્ટર્સમાં એઆઈ સ્કિલ્ડ વર્કર્સને મદદરૂપ થઈ શકે છે. ફાઈનાન્સમાં એઆઈ બેઝિક મોડલિંગ, ડેટા એનાલિસિસ અને રુટિન કામો થયા છે કે નહીં તે ચેક કરી શકે છે. તેનાથી એનાલિસ્ટ જેવા કર્મચારીઓ વધુ જટિલ એનાલિસિસ કરી શકે છે અને મોટા નિર્ણય લઈ શકે છે.









