Explainer: મોદી સરકારમાં અડધું થઈ ગયું શિક્ષણ બજેટ, રોડ રસ્તા પર અધધ ખર્ચો, આંકડા ખાય છે ચાડી!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Education Budget Share Decreased : NEET-UG 2026 પેપર લીક વિવાદ સામે પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા, જવાબદારી અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની માગ સાથે યુવાનોનું પ્રદર્શન સતત ચાલુ છે. દિલ્હીના જંતર-મંતર પર છેલ્લા કેટલાક દિવસોથી દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓ અને યુવાનો પ્રદર્શન કરી રહ્યા છે. NEET-UG 2026 પેપર લીક વારંવાર સામે આવી રહેલા પરીક્ષા કૌભાંડો અને શિક્ષણ વ્યવસ્થામાં જવાબદારીની માગ સાથે સરકાર સવાલોના ઘેરામાં છે. છેલ્લા એક દાયકામાં 150+ સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક થવાના અહેવાલો સામે આવ્યા છે, જેનાથી કરોડો યુવાનોનું ભવિષ્ય પ્રભાવિત થયું છે.
શિક્ષણ પર ખર્ચનો હિસ્સો સતત ઘટ્યો
કોઈપણ મંત્રાલયનું મહત્ત્વ માત્ર એ વાતથી નથી મપાતું કે, તેને કેટલા રૂપિયા મળ્યા, પરંતુ એ વાતથી નક્કી થાય છે કે, કુલ કેન્દ્રીય બજેટમાં તેનો હિસ્સો કેટલો છે.
2013-14: શિક્ષણ મંત્રાલયને કુલ કેન્દ્રીય બજેટનો 4.6% હિસ્સો મળ્યો હતો.
2025-26: આ ઘટીને 2.5% રહી ગયો.
છેલ્લા 12 વર્ષમાં શિક્ષણ મંત્રાલયની બજેટ હિસ્સેદારી લગભગ અડધી થઈ ગઈ છે.
શાળા અને ઉચ્ચ શિક્ષણ બંને પ્રભાવિત
શાળા શિક્ષણ વિભાગનો હિસ્સો 2013-14ની સરખામણીમાં અડધાથી પણ ઓછો રહી ગયો છે. જ્યારે ઉચ્ચ શિક્ષણ વિભાગની હિસ્સેદારી પણ લગભગ 40% ઘટી ચૂકી છે.
રસ્તાઓ પર ખર્ચ ત્રણ ગણો થયો
બજેટમાં શિક્ષણનો હિસ્સો ઘટ્યો, જ્યારે સડક અને હાઇવે નિર્માણ પર ખર્ચ ઝડપથી વધ્યો.
2013-14: સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયને કુલ બજેટનો 1.8% હિસ્સો મળ્યો હતો.
2025-26: આ વધીને 5.8% થઈ ગયો.
એટલે કે 12 વર્ષમાં રસ્તાઓ પર બજેટ હિસ્સેદારી લગભગ ત્રણ ગણી થઈ ગઈ.
શિક્ષણ અને સ્વાસ્થ્ય કરતાં રસ્તાઓ પર વધુ ખર્ચ
2013-14માં: શિક્ષણ + સ્વાસ્થ્ય = 6.5%, જ્યારે સડક અને રાજમાર્ગ = 1.8%
2025-26માં: શિક્ષણ + સ્વાસ્થ્ય = લગભગ 4.5%, જ્યારે સડક અને રાજમાર્ગ = 5.8%
હવે માત્ર સડક મંત્રાલયને શિક્ષણ અને સ્વાસ્થ્ય બંને મંત્રાલયોને ભેગા મળીને મળતા બજેટ કરતાં વધુ હિસ્સો મળી રહ્યો છે.
સ્કિલ ઇન્ડિયા પર પણ સિમિત રોકાણ
સરકારે 2015માં અલગ કૌશલ્ય વિકાસ મંત્રાલય બનાવ્યું, પરંતુ બજેટમાં તેની હિસ્સેદારી ખૂબ જ ઓછી રહી.
શરૂઆતમાં હિસ્સો: 0.06%
2025-26માં: 0.05%
મુખ્ય આંકડાઓ એક નજરે:

શિક્ષણ મંત્રાલયની હિસ્સેદારી: 4.6% → 2.5%
સડક મંત્રાલયની હિસ્સેદારી: 1.8% → 5.8%
શિક્ષણ + સ્વાસ્થ્ય (2013-14): 6.50%
શિક્ષણ + સ્વાસ્થ્ય (2025-26): લગભગ 4.5%
સ્કિલ ડેવલપમેન્ટ મંત્રાલય: 0.06% → 0.05%
છેલ્લા 10 વર્ષમાં પેપર લીક (Paper Leak) : 150+ સ્પર્ધાત્મક પરીક્ષાઓ
આ આંકડા દર્શાવે છે કે, છેલ્લા 12 વર્ષમાં કેન્દ્ર સરકારના કુલ બજેટમાં શિક્ષણનો હિસ્સો સતત ઘટ્યો છે, જ્યારે રોડ અને હાઇવે નિર્માણ પર ખર્ચનો ગુણોત્તર ઝડપથી વધ્યો છે.









