India

દિલ્હીમાં કોંગ્રેસના ધરણાં : કોંગ્રેસે કેન્દ્ર સરકાર સમક્ષ મૂકી આ 5 માંગણી

By GS Team
21 Jul 20262 mins read
TukuTouch Logo
દિલ્હીમાં કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન આવાસ સામે વિરોધ પ્રદર્શન કરાયું. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓની અટકાયત થઈ હતી. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કોંગ્રેસની 5 માંગણીઓ સાંભળી, જેમાં શિક્ષણ મંત્રીના રાજીનામા અને ગૃહમંત્રીના નિવેદનની મુખ્ય માંગ હતી. રાહુલ ગાંધીએ દેશવાસીઓને આ આંદોલનમાં જોડાવા અપીલ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિલ્હીમાં કોંગ્રેસના ધરણાં : કોંગ્રેસે કેન્દ્ર સરકાર સમક્ષ મૂકી આ 5 માંગણી

Congress Protest In Delhi : વડાપ્રધાન આવાસ સામે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન સતત ચાલી રહ્યું છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિત કોંગ્રેસના તમામ મોટા નેતાઓ ધરણા સ્થળેથી અટકાયત કરાઈ છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ ધરણા સ્થળે પહોંચ્યા હતા અને તેમણે રાહુલ ગાંધી સાથે વાતચીત કરીને આંદોલન સમેટી લેવા વિનંતી કરી હતી. કેન્દ્રીય મંત્રી સાથેની મુલાકાત દરમિયાન કોંગ્રેસે સરકાર સામે પોતાની 5 મુખ્ય માંગણીઓ રજૂ કરી હતી. આ માંગણીઓ સાંભળ્યા બાદ મંત્રી જિતેન્દ્ર સિંહ ત્યાંથી રવાના થઈ ગયા હતા. માહિતી અનુસાર, તેઓ હવે આ મુદ્દે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરશે.

આ છે કોંગ્રેસની 5 માંગણીઓ

1… કેન્દ્રીય શિક્ષણ મંત્રીનું રાજીનામું લેવામાં આવે.
2… કેન્દ્રીય ગૃહમંત્રી સંસદના બંને ગૃહમાં આ અંગે નિવેદન આપે.
3… આ સમગ્ર મુદ્દે સંસદમાં વિસ્તૃત ચર્ચા કરાવવામાં આવે.
4… વિદ્યાર્થીઓ સાથે જોડાયેલી સમસ્યાઓને ગંભીરતાથી સાંભળવામાં આવે.
5… વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસાની નિષ્પક્ષ તપાસ થાય.

રાહુલ ગાંધીની દેશવાસીઓને અપીલ

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને દેશવાસીઓને આ આંદોલનમાં જોડાવવા અપીલ કરી છે. તેમણે લખ્યું કે, 'વિદ્યાર્થીઓ પર હુમલો એ દરેક ભારતીય પરિવાર પર હુમલો છે. વડાપ્રધાન મોદીને લાગે છે કે તેઓ જવાબ આપ્યા વગર બચી જશે, પરંતુ આ વખતે એવું નહીં થાય.'

વિદ્યાર્થીઓના ન્યાય માટે સાથે આવવા આહ્વાન

રાહુલ ગાંધીએ વધુમાં ઉમેર્યું કે, 'હું દરેક દેશભક્ત ભારતીયને અપીલ કરું છું કે જેઓ માને છે કે આપણા વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ, તેઓ વડાપ્રધાન આવાસ સામે ચાલતા અમારા ધરણામાં સામેલ થાય. ભારતના વિદ્યાર્થીઓનો અવાજ દબાવી શકાય નહીં.'