Get The App

શિક્ષણ ભરતી કૌભાંડ : અભિષેક બેનરજીને EDનું સમન્સ, 15 જૂને પૂછતાછ માટે બોલાવાયા

Updated: Jun 3rd, 2026

GS TEAM

Google News
Google News
શિક્ષણ ભરતી કૌભાંડ : અભિષેક બેનરજીને EDનું સમન્સ, 15 જૂને પૂછતાછ માટે બોલાવાયા 1 - image


ED Summons Abhishek Banerjee : પશ્ચિમ બંગાળના રાજકારણમાં ફરી એકવાર મોટી હલચલ મચી ગઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની એક ટીમ કોલકાતામાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા અભિષેક બેનર્જીના નિવાસ્થાને પહોંચી હતી. ઈડીના અધિકારીઓએ પ્રાથમિક શિક્ષક ભરતી કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગના કેસમાં તેમને સત્તાવાર રીતે સમન્સ પાઠવ્યું છે.

15 જૂને પૂછતાછ માટે બોલાવાયા

અધિકારીઓએ જણાવ્યા અનુસાર, અભિષેક બેનર્જીને આગામી 15 જૂનના રોજ તપાસમાં જોડાવા માટે બોલાવવામાં આવ્યા છે. આ દિવસે તેમણે કેન્દ્રીય તપાસ એજન્સી સમક્ષ હાજર થઈને અધિકારીઓના સવાલોના જવાબ આપવા પડશે. આ સમગ્ર મામલો પ્રાથમિક શિક્ષકોની ભરતીમાં થયેલી કથિત ગેરરીતિઓ અને ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો સાથે જોડાયેલો છે.

આ પણ વાંચો : જૂના વાહનોના સ્થાને નવા વાહનો ખરીદવાની યોજના સહિત રૂ.39,290 કરોડના અનેક પ્રોજેક્ટોને મંજૂરી

લાંબા સમયથી તપાસ એજન્સીઓના રડાર પર

નોંધનીય છે કે, અભિષેક બેનર્જી પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા છે અને તેઓ લાંબા સમયથી કેન્દ્રીય તપાસ એજન્સીઓના રડાર પર રહ્યા છે. હાલમાં આ મામલે ખૂબ વિગતવાર માહિતી સામે આવી નથી. પરંતુ ઈડીનું સમન્સ મળ્યા બાદ હવે તમામની નજર એ વાત પર ટકેલી છે કે અભિષેક બેનર્જીનું આગામી પગલું શું હશે.

આ પણ વાંચો : ઈન્દિરા ગાંધીએ 1968માં રોપેલા બીજ હવે બનશે 'વટવૃક્ષ'! સંકટ વચ્ચે પણ ઓઇલ આપશે આ દેશ