India

મોંઘવારીનો ડબલ ઝટકો, પેટ્રોલ-ડીઝલ બાદ CNGના ભાવમાં પ્રતિ કિલોએ 2 રૂપિયાનો વધારો

By GS Team
15 May 20261 min read
TukuTouch Logo
દેશભરમાં આજથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે ત્યાં મોંઘવારીનો ડબલ ઝટકો લાગતા દિલ્હી-મુંબઈ સહિતના અનેક મહાનગરોમાં સીએનજીના ભાવમાં પણ પ્રતિ કિલોએ 2 રૂપિયાના વધારાના અહેવાલ સામે આવ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા તણાવની અસર હવે ભારતીય અર્થતંત્ર પર દેખાવા લાગી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મોંઘવારીનો ડબલ ઝટકો, પેટ્રોલ-ડીઝલ બાદ CNGના ભાવમાં પ્રતિ કિલોએ 2 રૂપિયાનો વધારો

CNG Price Hike | ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી નાકાબંધીને કારણે ભારતમાં મોંઘવારીનો માર તેજ બન્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારા બાદ હવે સીએનજી (CNG) ના ભાવમાં પણ પ્રતિ કિલોએ 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં સીએનજીની કિંમત 77.09 રૂપિયાથી વધીને હવે 79.09 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

મુંબઈમાં નવા ભાવ અમલી 

મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ સ્થિતિ સમાન છે. મહાનગર ગેસ લિમિટેડ (MGL) દ્વારા મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR) માં સીએનજીના ભાવમાં 2 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ સુધારા બાદ હવે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં સીએનજીનો નવો ભાવ વધીને 84 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે.

મોંઘવારીનો બોમ્બ ફૂટશે

સીએનજીના ભાવમાં થયેલો આ વધારો સીધી રીતે જાહેર પરિવહન સેવાઓને અસર કરશે. અત્યારે મોટાભાગની બસો, ઓટોરિક્ષા અને ટેક્સીઓ સીએનજી પર ચાલે છે, જેના કારણે દૈનિક મુસાફરી કરતા લોકોના ખિસ્સા પર આર્થિક બોજ વધશે. આગામી દિવસોમાં આ વધારાને પગલે જાહેર પરિવહનના ભાડામાં પણ વધારો થવાની શક્યતા સેવાઈ રહી છે.