DK Shivakumar Karnataka CM : કર્ણાટકમાં આજથી ડી.કે.શિવકુમારે રાજ્યની સત્તા હાંસલ કરી લીધી છે. આજે તેમણે હાથમાં બંધારણ રાખીને રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ ઉપરાંત કેબિનેટમાં જી.પરમેશ્વરને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. શિવકુમાર બાદ પરમેશ્વરને શપથ લેવાડાવાયા હતા. નવા મુખ્યમંત્રીની કેબિનેટમાં 13 નવા મંત્રીઓને પણ સામેલ કરવામાં આવ્યા છે. શપથગ્રહણ પહેલા સિદ્ધારમૈયાએ શિવકુમારનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહ્યા છે.
14 કેબિનેટ મંત્રીઓના શપથગ્રહણ
કોંગ્રેસના અનુભવી દલિત ચહેરા ગણાતા કે.એચ.મુનિયપ્પાએ મંત્રી પદના શપથ લીધા છે. 78 વર્ષના મુનિયપ્પા એસસી સમુદાયના છે. તેઓ કોલાર વિધાનસભા બેઠક પરથી સાત વખત જીત્યા છે. અગાઉ તેઓ પૂર્વ ખાદ્ય અને પુરવઠા મંત્રી પણ રહ્યા છે.
આ પણ વાંચો : હિમાચલ પ્રદેશમાં એન્ટ્રી ટેક્સના વિરોધમાં નિહંગ શીખોએ શરૂ કરી 'ખાલસા રાજ ટેક્સ' વસૂલી
અન્ય 12 શપથ લેનારા નેતાઓના નામ
- કે.એચ. મુનિયપ્પા
- કે.એન. રાજન્ન
- એમ.બી. પાટીલ
- રામલિંગા રેડ્ડી
- સંતોષ લાડ
- કૃષ્ણ બાયરેગૌડા
- પ્રિયાંક ખડગે
- યુ.ટી. ખાદર
- કે. વેંકટેશ
- યતીન્દ્ર સિદ્ધરામૈયા
- ચેલુવરાય સ્વામી
- કેશવ પ્રસાદ પાટીલ
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ કોંગ્રેસ હાઈકમાન્ડે આદેશ આપ્યા બાદ સિદ્ધરમૈયાએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યારપછી રાજ્યની સત્તા ડી.કે.શિવકુમારને સોંપવામાં આવી છે. શિવકુમાર શાસન ચલાવવા માટેની પ્રાથમિકતા પણ જાહેર કરી દીધી છે. તેમણે કહ્યું કે, રાજ્યની પ્રજાએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે, તે માટે હું આભાર માનું છું. તેમણે એમ પણ કહ્યું કે, હવે આગામી સમય સરળ નથી, અનેક પડકારોનો સામનો કરવો પડશે. તેઓ સંપૂર્ણ મહેનત અને ઈમાનદારીથી કામક રશે. તેઓ પ્રજાના વિશ્વાસ પર ખરા ઉતરશે. તેમની સરકાર સુશાસન, વિકાસ, માળખાગત સુવિધાઓને મજબૂર કરવા અને રાજ્યમાં રોકાણ વધારવા જેવા રાજ્યના હિતના અનેક મુદ્દાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરશે.
આ પણ વાંચો : ઈન્દિરા ગાંધીએ 1968માં રોપેલા બીજ હવે બનશે 'વટવૃક્ષ'! સંકટ વચ્ચે પણ ઓઇલ આપશે આ દેશ


