India

બેઠક વ્યવસ્થા અને પ્રોટોકોલથી નારાજગી? રાહુલ ગાંધી-મલ્લિકાર્જુન ખડગે સ્વતંત્રતા દિવસ કાર્યક્રમમાં ન પહોંચ્યા

By GS Team
15 Aug 20262 mins read
TukuTouch Logo
આઝાદીની 80મી વર્ષગાંઠે દિલ્હીના લાલ કિલ્લા પર યોજાયેલા રાષ્ટ્રીય સમારોહમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે ગેરહાજર રહ્યા હતા. પ્રોટોકોલ અને બેઠક વ્યવસ્થાને લઈ નારાજગીના કારણે તેમણે હાજરી ન આપતાં રાજકીય ગરમાવો વધ્યો છે. PM મોદીએ 13મી વાર ધ્વજ લહેરાવી દેશના વિકાસ અને 'વૈચારિક નક્સલીઓ' અંગે વાત કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

બેઠક વ્યવસ્થા અને પ્રોટોકોલથી નારાજગી? રાહુલ ગાંધી-મલ્લિકાર્જુન ખડગે સ્વતંત્રતા દિવસ કાર્યક્રમમાં ન પહોંચ્યા
IMAGE - IANS

Red Fort Seating Dispute: દેશ આજે આઝાદીની 80મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે અને ચારેય તરફ તિરંગો શાનથી લહેરાઈ રહ્યો છે. પરંતુ દિલ્હીના લાલ કિલ્લા પર આયોજિત સ્વતંત્રતા દિવસના રાષ્ટ્રીય સમારોહમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે ઉપસ્થિત રહ્યા નહોતા. બંને નેતાઓ તરફથી કાર્યક્રમમાં બેસવાની વ્યવસ્થા અને નક્કી કરેલા પ્રોટોકોલને લઈને નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, લાઇનઅપથી લઈને બેસવાની જગ્યા સુધીની બાબતો તેમના હોદ્દા મુજબ નક્કી ન હોવાને કારણે તેમણે સમારોહમાં હાજરી ન આપવાનો નિર્ણય કર્યો હતો, જેને પગલે રાજકીય ચર્ચાઓ ગરમાઈ છે.

પ્રોટોકોલ વિવાદ અને જૂનો ઇતિહાસ

વર્ષ 2024ના સ્વતંત્રતા દિવસ પર પણ સીટિંગ એરેન્જમેન્ટને લઈને મોટો વિવાદ થયો હતો. તે સમયે લોકસભાના વિપક્ષી નેતાને પહેલી હરોળના બદલે પાછળની હરોળમાં બેસાડવામાં આવ્યા હતા. વિપક્ષે તેને જનતાનું અપમાન ગણાવ્યું હતું, જ્યારે સંરક્ષણ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે ઓલિમ્પિક ખેલાડીઓને સન્માનિત કરવા માટે બેસવાની વ્યવસ્થામાં ફેરફાર કરાયો હતો. નિયમ મુજબ આવા રાષ્ટ્રીય કાર્યક્રમોમાં વિપક્ષના નેતા માટે પહેલી હરોળમાં સીટ અનામત રાખવાનો પ્રોટોકોલ હોય છે. તાજેતરમાં પૂરા થયેલા સંસદના ચોમાસુ સત્ર દરમિયાન પણ સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર ખેંચતાણ જોવા મળી હતી.

પીએમ મોદીએ 13મી વાર લહેરાવ્યો તિરંગો

દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પીએમ મોદીએ સતત 13મી વખત તિરંગો લહેરાવ્યો હતો. દેશવાસીઓને શુભકામનાઓ પાઠવતા તેમણે જણાવ્યું હતું કે, '140 કરોડ ભારતીયોની તાકાતથી દેશ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે અને આગામી સમયમાં વિકાસની આ સ્પીડ વધુ ઝડપી બનશે.'

વિકાસ, સુરક્ષા અને રાજકીય તણાવ

લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરતા પીએમ મોદીએ દેશના વિકાસ, યુવાનોના ભવિષ્ય અને સુરક્ષા જેવા અનેક મહત્ત્વના મુદ્દાઓ પર વાત કરી હતી. તેમણે 'વૈચારિક નક્સલીઓ' (માનસિક નક્સલીઓ)નો ઉલ્લેખ કરતા કહ્યું કે, 'હથિયાર ઉઠાવનારા નક્સલીઓ હવે ખાતમાના આરે છે, પરંતુ વૈચારિક નક્સલીઓ હજુ પણ તકની શોધમાં છે, જેમને ઓળખીને અલગ કરવાની જરૂર છે.' સંસદ સત્ર બાદથી જ સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ચાલી રહેલી તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે રાષ્ટ્રીય પર્વ પર રાહુલ ગાંધી અને ખડગેની ગેરહાજરી સ્પષ્ટ કરે છે કે રાજકીય અંતર હાલ દૂર થાય તેમ નથી.