India

અમેરિકાની ટેરિફની ધમકી છતાં રશિયા બન્યું ભારતનું નંબર-1 પાર્ટનર! ક્રૂડ ઓઈલ આયાતના રેકોર્ડ તૂટ્યા

By GS Team
4 Aug 20262 mins read
TukuTouch Logo
જુલાઈ 2026માં ભારતે રશિયા પાસેથી વિક્રમજનક ક્રૂડ ઓઇલની આયાત કરી છે. અમેરિકાની ટેરિફની ધમકી છતાં, કુલ 50 લાખ બેરલ દૈનિક આયાતમાંથી 27-28 લાખ બેરલ રશિયાથી આવ્યું. આમ, પ્રથમ વખત રશિયાનો હિસ્સો 50% વટાવી ગયો. UAE અને સાઉદી અરેબિયા પાછળ રહી ગયા. આર્થિક ફાયદા અને વૈવિધ્યકરણની ભારતીય વ્યૂહરચના સફળ રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકાની ટેરિફની ધમકી છતાં રશિયા બન્યું ભારતનું નંબર-1 પાર્ટનર! ક્રૂડ ઓઈલ આયાતના રેકોર્ડ તૂટ્યા

India Imports Record Crude Oil From Russia July 2026 : ભારતે અમેરિકાની ટેરિફની ધમકી છતાં રશિયા પાસેથી જુલાઈ મહિનામાં વિક્રમજનક ક્રૂડ ઓઇલની આયાત કરી છે. ભારતની જુલાઈમાં ક્રૂડ ઓઇલની કુલ આયાત પ્રતિ દિન લગભગ 50 લાખ બેરલ હતી, તેમાંથી રશિયા પાસેથી પ્રતિ દિન 27 થી 28 લાખ બેરલની આયાત કરવામાં આવી હતી. આમ, પહેલી વખત ભારતની રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી 50 ટકાને વટાવી ગઈ છે.

યુએઈ અને સાઉદી અરેબિયા પાછળ છૂટ્યા

ભારતને ક્રૂડ ઓઇલનો પુરવઠો પૂરો પાડવામાં યુએઈ અને સાઉદી અરેબિયા અનુક્રમે બીજા અને ત્રીજા નંબરે આવે છે, પરંતુ બંનેનો સંયુક્ત પુરવઠો પણ રશિયા કરતાં ઓછો છે. ભારતની રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આયાતમાં વધારો નિર્ણાયક તબક્કે થયો છે. એક બાજુ અમેરિકા રશિયા પાસેથી ક્રૂડ ખરીદનારા પર 100 ટકા ટેરિફ લાદવા આગળ વધી રહ્યું છે, તો તે જ સમયે ભારતે રશિયા પાસેથી જંગી પ્રમાણમાં આયાત ચાલુ રાખી છે.

વ્યૂહરચના અને આર્થિક ફાયદો

કેપ્ચર સિનિયર રિસર્ચ એનાલિસ્ટ નિખિલ દુબેએ જણાવ્યું હતું કે ભારતની ઉર્જા સ્ત્રોતોનું વૈવિધ્વીકરણ કરવાની વ્યૂહરચના સફળ રહી છે. તેના કારણે રીફાઇનરોએ વિપરીત ભૂરાજકીય સ્થિતિમાં પણ નિયમિત ધોરણે વીજ પુરવઠો અને ઓઇલ જાળવી રાખ્યું છે. રશિયા દ્વારા ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવવાથી ભારતના રાજકોષીય ખાધને પણ અંકુશમાં રાખવામાં મોટી મદદ મળી છે. પશ્ચિમ એશિયાની નિકાસ પર મુશ્કેલીના વાદળો મંડરાયા છે ત્યારે રશિયા ભારત માટે વિશ્વસનીય પુરવઠાકાર તરીકે ઉભરી આવ્યું છે.