India

દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ, ISIના 9 એજન્ટની ધરપકડ, હથિયારો કબજે લેવાયા

By GS Team
30 May 20262 mins read
TukuTouch Logo
દેશની રાજધાની દિલ્હીને અસ્થિર કરવાના પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના એક મોટા અને ઘાતક કાવતરાને દિલ્હી પોલીસે નિષ્ફળ બનાવ્યું છે. પોલીસે ISIના 9 આતંકીઓની ધરપકડ કરી છે, જેના તાર મુંબઈ અંડરવર્લ્ડ અને કુખ્યાત ડોન દાઉદ ઇબ્રાહિમ સાથે પણ જોડાઈ રહ્યા છે. આ આતંકીઓનો હેતુ દિલ્હી, મુંબઈ સહિતના મોટા શહેરોમાં અંધાધૂંધી ફેલાવવાનો અને દેશના સૌથી પાવરફુલ તેમજ સંવેદનશીલ સ્થળો પર હુમલો કરવાનો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ, ISIના 9 એજન્ટની ધરપકડ, હથિયારો કબજે લેવાયા
File Photo

Delhi Terrorist Arrest 2026: દેશની રાજધાની દિલ્હીને અસ્થિર કરવાના પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના એક મોટા અને ઘાતક કાવતરાને દિલ્હી પોલીસે નિષ્ફળ બનાવ્યું છે. પોલીસે ISIના 9 આતંકીઓની ધરપકડ કરી છે, જેના તાર મુંબઈ અંડરવર્લ્ડ અને કુખ્યાત ડોન દાઉદ ઇબ્રાહિમ સાથે પણ જોડાઈ રહ્યા છે. આ આતંકીઓનો હેતુ દિલ્હી, મુંબઈ સહિતના મોટા શહેરોમાં અંધાધૂંધી ફેલાવવાનો અને દેશના સૌથી પાવરફૂલ તેમજ સંવેદનશીલ સ્થળો પર હુમલો કરવાનો હતો. પકડાયેલા આતંકીઓ દિલ્હી, મુંબઈ અને પંજાબના રહેવાસી છે, જ્યારે આ યાદીમાં કેટલાક વિદેશી નાગરિકો પણ શામેલ હોવાનું સામે આવ્યું છે.

પાકિસ્તાનથી મોકલાયેલો વિસ્ફોટક અને ગ્રેનેડ જપ્ત

દિલ્હી પોલીસે ધરપકડ કરાયેલા આ આતંકીઓ પાસેથી મોટી માત્રામાં અત્યાધુનિક હથિયારોનો જથ્થો જપ્ત કર્યો છે. આ સાથે જ પાકિસ્તાનથી ખાસ મોકલવામાં આવેલો ઘાતક વિસ્ફોટક અને હેન્ડ ગ્રેનેડ પણ રિકવર કરવામાં આવ્યા છે. પોલીસની આ સતર્કતા અને સમયસરની કાર્યવાહીના કારણે દેશ પરથી એક મોટુ સંકટ ટળ્યું છે. 

આ પણ વાંચો : શાંતિની વાતો વચ્ચે અમેરિકાની મોટી કાર્યવાહી, 1 અબજ ડૉલરના ક્રિપ્ટો ફંડ જપ્ત કરતા ઈરાન સંકટમાં

આ પાવરફૂલ અને ભીડભાડ વાળા સ્થળો હતા આતંકીઓના નિશાના પર

તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા આતંકીઓ દેશના અર્થતંત્ર અને સુરક્ષા વ્યવસ્થાને તોડવા માટે અનેક મહત્ત્વપૂર્ણ સ્થળો અને ભીડભાડ વાળી જગ્યાઓને નિશાન બનાવવાનું કાવતરું રચી રહ્યા હતા. આ પૈકી અનેક એવી જગ્યાઓ છે જ્યાં 24 કલાક સામાન્ય નાગરિકોની ભારે ભીડ જોવા મળે છે, જેથી કરીને વધુમાં વધુ જાનમાલનું નુકસાન કરી શકાય.

- ન્યૂક્લિયર પ્લાન્ટ અને પાવર પ્લાન્ટ

- વીજળી મથકો 

- ઍરપૉર્ટ્૦૦

- રેલવે સ્ટેશનો

ભારતીયોનો જ હથિયાર તરીકે ઉપયોગ

આ સમગ્ર ઓપરેશનમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે, પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI હવે બહારથી આતંકીઓ મોકલવાનું જોખમ ઉઠાવવા માંગતી નથી. પોતાના નાપાક મનસૂબાઓ પાર પાડવા માટે તે ભારતના જ સ્થાનિક લોકોને બ્રેઇનવોશ કરીને દેશ વિરુદ્ધ હથિયાર તરીકે વાપરી રહી છે. આ લોકલ નેટવર્કને અંડરવર્લ્ડના માધ્યમથી ફંડિંગ અને હથિયારો પૂરા પાડવામાં આવી રહ્યા હતા, પરંતુ દિલ્હી પોલીસે પાણી ફેરવીને તમામ 9 આતંકીઓને દબોચી લીધા છે.