India

આસામમાં આશુતોષ રાન્કા સહિત 41ની અટકાયતથી દિપકે ભડક્યા

By GS Team
27 Sep 20261 min read
TukuTouch Logo
ગુવાહાટીમાં કોકરોચ જનતા પાર્ટીના આશુતોષ રાન્કા અને 40 કાર્યકરોની આસામ પોલીસે અટકાયત કરી. ગુવાહાટીમાં અન્ય સમર્થકો સાથે બેઠક યોજવા જતા પહેલા જ પોલીસ તેમને લઇ ગઇ. પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેએ આસામ સરકાર પર સંગઠનના લોકોને રોકવાનો આરોપ લગાવ્યો. રાન્કાએ કહ્યું કે, આસામની શાળાઓની સ્થિતિ ઉજાગર કરવાના ડરથી મુખ્યમંત્રી હેમંત બિસવા સરમાએ અટકાયત કરાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આસામમાં આશુતોષ રાન્કા સહિત 41ની અટકાયતથી દિપકે ભડક્યા

ગુવાહાટી: કોકરોચ જનતા પાર્ટીના આશુતોષ રાન્કા અને સંગઠન સાથે જોડાયેલા અન્ય ૪૦ લોકોની આસામ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. કોઇ જ કારણ આપ્યા વગર ગુવાહાટીમાં તેમની અટકાયત કરાતા કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દિપકે ભડક્યા હતા.
કોકરોચ જનતા પાર્ટીના આશુતોષ રાન્કા અને તેમના સમર્થકો ગુવાહાટીમાં અન્ય સમર્થકો સાથે બેઠક યોજવા જઇ રહ્યા હતા. જોકે આશુતોષ અન્ય લોકોને મળે તે પહેલા જ પોલીસ તેમને ઉઠાવા ગઇ હતી. કોકરોચ જનતા પાર્ટીના અન્ય ૪૦ જેટલા લોકોની પણ અટકાયત કરવામાં આવી હતી.
બીજી તરફ અભિજીત દિપકેએ કહ્યું હતું કે સંગઠનના લોકોને બેઠક કરતા રોકવામાં આવી રહ્યા છે. આસામ પોલીસે આશુતોષ રાન્કા અને ટીમના ૪૦ લોકોની અટકાયત કરી છે, તેમને અજાણ્યા સ્થળે લઇ જવામાં આવી રહ્યા છે. ક્યા કારણોસર અટકાયત કરવામાં આવી તેને લઇને હજુસુધી પોલીસ દ્વારા કોઇ જ સ્પષ્ટતા કરવામાં નથી આવી.
જો તેમને છોડવામાં ના આવ્યો તો વધુ મોટી સંખ્યામાં સમર્થકો સાથે આસામ પહોંચીશ તેમ દીપકેએ કહ્યું હતું. આશુતોષ રાન્કાને જ્યારે પોલીસ લઇ જઇ રહી હતી ત્યારે તેમણે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે આસામની સ્કૂલોની સ્થિતિ શું છે તે લોકોને દેખાડીશું તે જાણીને આસામના મુખ્યમંત્રી હેમંત બિસવા સરમા ડરી ગયા તેથી અમને અટકાયતમાં લેવામાં આવ્યા છે.