Get The App

ઇન્ટરનેટ વાપરતા ન હોય તો પણ સાયબર હુમલો થઇ શકે છે

Updated: Mar 26th, 2026

GS TEAM

Google News
Google News
ઇન્ટરનેટ વાપરતા ન હોય તો પણ સાયબર હુમલો થઇ શકે છે 1 - image

- સાયબર સિક્યોરિટી કંપનીનાં રિપોર્ટમાં કરાયેલો દાવો

- 2025માં ભારતમાં ત્રણમાંથી એક પર્સનલ કોમ્પ્યુટર પર ઓફલાઇન સાયબર એટેક થયો : રિપોર્ટ

નવી દિલ્હી : જો તમે એમ વિચારો છો કે તમારા કોમ્પ્યુટરથી ઇન્ટરનેટ કનેક્ટ નથી તો તમે સાયબર એટેકથી બચી જશો. તો તમે ખોટું વિચારી રહ્યાં છો કારણકે ઇન્ટરનેટ ન હોવાનો અર્થ એવો થતો નથી કે તમારું કોમ્પ્યુટર સુરક્ષિત છે. 

૨૦૨૫માં ભારતમાં ત્રણમાંથી એક પર્સનલ કોમ્પ્યુટર ઓફલાઇન સાયબર એટેકનું નિશાન બનાવવામાં આવ્યું હતું. આ માહિતી એક સાયબર સિક્યોરિટી કંપનીએ પોતાના રિપોર્ટમાં આપી છે. 

કંપનીએ જણાવ્યું હતું કે જાન્યુઆરીથી ડિસેમ્બર, ૨૦૨૫ની વચ્ચે ભારતમાં ૬.૪૬ કરોડથી વધારે સાયબર હુમલાઓની ઓળખ કરી તેમને રોકવામાં આવ્યા હતાં. 

આ સાયબર હુમલા મુખ્યત્વે યુએસબી અને પેનડ્રાઇવ જેવા ડિવાઇસ દ્વારા કરવામાં આવ્યા હતાં. 

આ સાયબર ખતરાઓને કારણે ભારત વિશ્વનાં ટોચના ૮૦ દેશોમાં સામેલ થઇ ગયો છે જ્યાં સૌથી વધારે ઓફલાઇન સાયબર એટેક થાય છે. 

કંપનીનાં આંકડાઓ અનુસાર દેશમાં ૨૯.૮ ટકા યુઝર્સ આ ઓફલાઇન હુમલાનો ભોગ બન્યા છે. જેમાં વર્મ્સ અથવા પોતાને ફેલાવનારા ઘાતક પ્રોગ્રામ અને ફાઇલ વાયરસ દ્વારા થનારા હુમલા સૌથી વધારે રહ્યાં હતાં. કંપનીનાં એશિયા પેસેફિક ક્ષેત્રનાં અધિકારીએ જણાવ્યું હતું કે ૨૦૨૫માં અમારા સંશોધકોએ શોધી કાઢ્યું કે હુમલાખોર મેલવેર ડાઉનલોડ કરાવવા માટે માઇક્રોસોફ્ટ ટીમ્સ અને ગૂગલ ડ્રાઇવ  જેવા લોકપ્રિય ટૂલની નકલ કરી રહ્યાં છે જેથી  ઉપયોગકર્તાઓની બેકિંગ માહિતી અને સંવેદનશીલ વ્યકિતગત માહિતીની ચોરી કરી શકાય.