Get The App

મહિલાને ઇચ્છા વિરુદ્ધ માતા બનવા કોર્ટ મજબૂર ના કરી શકે, સુપ્રીમ કોર્ટે એબોર્શનની આપી મંજૂરી

Updated: Feb 7th, 2026

GS TEAM

Google News
Google News
મહિલાને ઇચ્છા વિરુદ્ધ માતા બનવા કોર્ટ મજબૂર ના કરી શકે, સુપ્રીમ કોર્ટે એબોર્શનની આપી મંજૂરી 1 - image


- અગાઉ બોમ્બે હાઇકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપવાની ના પાડી બાળકને દત્તક આપવાની સગીરાને છૂટ આપી હતી

Supreme Court News : એક સગીરાને 30 સપ્તાહનો ગર્ભ હતો જેના ગર્ભપાતને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી દીધી હતી, આ સાથે જ એવી સ્પષ્ટતા પણ કરી હતી કે જો કોઇ યુવતી ગર્ભાવસ્થાને આગળ વધારવા ના માગતી હોય તો પછી કોર્ટ તેને ગર્ભાવસ્થા આગળ વધારવા માટે મજબૂર ના કરી શકે. અગાઉ આ મામલામાં બોમ્બે હાઇકોર્ટે સગીરાને ગર્ભપાત કરાવવા મંજૂરી આપવાની ના પાડી દીધી હતી. 

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બી વી નાગરત્ના, ન્યાયાધીશ ઉજ્જ્વલ ભુયાનની બેંચે સગીરા દ્વારા ગર્ભપાતની મંજૂરી માટે કરાયેલી અરજીની સુનાવણી કરી હતી. સગીરા એક પાડોશી યુવક સાથે શારીરિક સંબંધમાં જોડાઇ હતી જેને કારણે તે ગર્ભવતી બની ગઇ હતી. આ પહેલા સગીરાએ બોમ્બે હાઇકોર્ટમાં અપીલ કરી હતી જોકે હાઇકોર્ટે તેની અપીલ ફગાવી દીધી હતી. સાથે એવો આદેશ આપ્યો હતો કે 30 સપ્તાહનો ગર્ભ હોવાથી ગર્ભપાત ના કરાવી શકાય, બાળકને જન્મ આપવો પડશે, બાદમાં અરજદાર સગીરા ઇચ્છે તો બાળકને કોઇને દત્તક આપી શકે છે. 

બાદમાં હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો હતો, સુપ્રીમ કોર્ટે એવી સ્પષ્ટતા કરી હતી કે જો કોઇ યુવતી ગર્ભાવસ્થા પૂર્ણ કરવા માગતી ના હોય તો તેવી સ્થિતિમાં તેના પર કોર્ટ દબાણ ના કરી શકે. ગર્ભાવસ્થા આગળ શરૂ રાખવી યુવતી માટે માનસિક અને શારીરિક બન્ને રીતે દર્દનાક રહેશે. બાદમાં સુપ્રીમની બેંચે મુંબઇની જેજે હોસ્પિટલને આદેશ આપ્યો હતો કે તે મેડિકલ ગર્ભપાત માટે પુરતી વ્યવસ્થા કરે અને સગીરાને કોઇ જોખમ ના રહે તેની પણ તકેદારી રાખવામાં આવે.