ભ્રષ્ટાચારીઓ બાળકોનું ભોજન ખાઇ ગયા મિડ-ડે મીલ વગર રૂ. 14 લાખનું બિલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- યુપીના બલિયાની સ્કૂલમાં મધ્યાહન ભોજન સ્કીમમાં ભ્રષ્ટાચાર
- બે વર્ષ સુધી બાળકોને ભોજન ના આપ્યું, માત્ર ઓનપેપર ખોટી હાજરી પુરી આચાર્ય સહિતનાએ કૌભાંડ આચર્યું
બલિયા : ઉત્તર પ્રદેશના બલિયામાં બે વર્ષથી માત્ર કાગળ પર મિડ-ડે મીલ યોજના ચાલી રહી હતી, એટલુ જ નહીં બાળકો સુધી ભોજન પહોંચાડયા વગર જ ૧૪ લાખ રૂપિયાની ચુકવણી પણ થઇ ગઇ. સમગ્ર મામલે ડીએમ દ્વારા ગુપ્ત રીતે ચકાસણી કરાવવામાં આવી ત્યારે આ ભ્રષ્ટાચારનો ભાંડો ફુટયો હતો.
બલિયાના બાંસડીહ સ્થિત ઇન્ટર કોલેજ તાજપુર મુડિયારીમાં બે વર્ષથી મિડ-ડે મીલની યોજના તો ચાલી રહી પરંતુ માત્ર કાગળ પર, ભ્રષ્ટાચારી વચેટીયા આશરે ૧૪ લાખ રૂપિયા ખાઇ ગયા, તપાસ રિપોર્ટ હાલ ડીએમને સોંપવામાં આવ્યો છે સાથે જ જે પણ લોકો આ રૂપિયા ખાઇ ગયા છે તેમની પાસેથી પરત મેળવવાની પ્રક્રિયા હાલ શરૂ કરી દેવામાં આવી છે. આ સમગ્ર કૌભાંડ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ અને ૨૦૨૫-૨૬ દરમિયાન આચરવામાં આવ્યું હતું.
આ સમગ્ર કૌભાંડમાં ખુદ સ્કૂલના આચાર્ય ચંદ્રશેખર પાઠક અને અન્ય અધિકારીઓની સંડોવણી સામે આવી છે. આ સમગ્ર કૌભાંડને કોઇ અધિકારી નહીં પણ ગામના જાગૃત બાળકો જ બહાર લાવ્યા હતા. ગામના બાળકોએ ડીએમ મંગલા પ્રસાદસિંહ સાથે મુલાકાત કરી હતી અને સ્કૂલમાં મિડ-ડે મીલ મધ્યાહન ભોજન ના મળી રહ્યું હોવાની ફરિયાદ કરી હતી. બહુ જ ગુપ્ત રીતે આ ફરિયાદ ડીએમસુધી બાળકોએ પહોંચાડી હતી. તપાસ કરતા સામે આવ્યું કે મિડ-ડે મીલ બનાવવાની વ્યવસ્થા એટલે કે રસોઇઘરમાં કોઇ જ અનાજ, દાળ કે ચોખા નહોતા મળ્યા, માત્ર રસોઇ બનાવવા માટેના કેટલાક વાસણો સિવાય કઇ જ નહોતું. રસોઇ નહોતી બની રહી પરંતુ બાળકો ભોજન કરી રહ્યા છે તેવા રિપોર્ટ તૈયાર થતા હતા અને બદલામાં મોટી રકમ વસુલાઇ રહી હતી.




