For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Day 24 of lockdown: અમદાવાદમાં નવા નોંધાયેલા 45 પૈકી 32 કેસ કોટ વિસ્તારના, બદ્દરુદીન શેખના પત્ની પણ કોરોના પોઝિટીવ

Updated: Apr 17th, 2020

Day 24 of lockdown: અમદાવાદમાં નવા નોંધાયેલા 45 પૈકી 32 કેસ કોટ વિસ્તારના, બદ્દરુદીન શેખના પત્ની પણ કોરોના પોઝિટીવ 
અમદાવાદ, તા. 17 એપ્રિલ 2020, શુક્રવાર

બહેરામપુરાના કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષનેતા બદ્દરૂદીન શેખના પત્નીનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતા તેમને એસ.વી.પી.હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અમદાવાદમાં વધુ 45 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. આ પૈકી 32 કેસ કોટ વિસ્તારના છે. કમિશનર નહેરાએ ફરી ભારપૂર્વક કહ્યુ, કોટ વિસ્તારના નેતાઓ, ધર્મગુરુઓ લોકોને બહાર નીકળતા અટકાવે નહીં તો સ્થતિ વધુ બગડી શકે છે. Read More...


અમેરિકા, બ્રિટન બાદ હવે ફ્રાન્સે પણ ચીનને કર્યા સવાલો, કેવી રીતે ફેલાયો COVID-19, કેમ ન રોક્યો?
અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોનાને ચાઈના વાયરસ કહીને ચીનના ઈરાદા સામે સવાલો કર્યા છે તો ચીને તેનો જોરદાર વિરોધ કર્યો. પરંતુ હવે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્ય તરીકે ચીન સાથે બેસનારા બે શક્તિશાળી દેશ બ્રિટન અને ફ્રાન્સે પણ ચીન સામે સવાલો કર્યા છે. Read More...


3 લાખ આફ્રિકનો કોરોનાનો કોળિયો બનશે, સ્થિતિ સામાન્ય રહેશે તો પણ 12 કરોડથી વધુ લોકો થશે સંક્રમિત

સંયુક્ત રાષ્ટ્ર આર્થિક આયોગના એક અહેવાલમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે આફ્રિકામાં ત્રણ લાખ લોકોના મોત થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. અહેવાલ પ્રમાણે સામાન્ય સ્થિતિમાં કોરોનાના કારણે આફ્રિકામાં ત્રણ લાખ લોકો મૃત્યુ પામશે પરંતુ જો સ્થિતિ વધુ ખરાબ થશે અને વાયરસને રોકવા માટે કોઈ હસ્તક્ષેપ કરવામાં નહીં આવે તો 33 લાખ લોકોના મૃત્યુ અને 120 કરોડ લોકો સંક્રમિત થઈ શકે છે. Read More...


ગુડ ન્યૂઝ: 19 રાજ્યોમાં કોરોના પોઝિટિવ કેસોનો ડબલિંગ રેટ રાષ્ટ્રીય સરેરાસથી ઓછો
કોરોના વિરૂધ્ધ કેન્દ્ર અને રાજ્યોની સુઆયોજીત રણનીતી રંગ લાવી છે, આરોગ્ય મંત્રાલયએ કહ્યું કે હવે કોરોના પોઝિટિવ કેસો બેગણા થવાની ઝડપ પર લગામ લાગી છે. આરોગ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે પહેલા પોઝિટિવ કેસ થવાનો દર 3 દિવસ હતો  જે હવે તે 6.2 દિવસ થયો છે, ખાસ કરીને 19 રાજ્યોમાં તો આ રાષ્ટ્રીય સરેરાસથી પણ ઓછો છે. Read More...


અમદાવાદમાં કોરોના થર્ડ ગિયરમાં : એક જ સપ્તાહમાં 400 કેસ, ગુજરાતમાં ડબલ થયા
અમદાવાદમાં કોરોના વાયરસ વધુને વધુ ઘાતક બની રહ્યો છે. અમદાવાદમાં કોરોનાનો પગપેસારો અને એનો વધારો જોવા જઈએ તો અમદાવાદમાં પહેલા 100 દર્દીઓ 16 દિવસમાં નોંધાયા હતા, પછી બીજા 100 દર્દી 3 જ દિવસમાં આવ્યા હતા અને કાલે તો એક જ દિવસમાં 100 કેસો આવતા આખું તંત્ર ઊંધા માથે લાગી ગયું છે. Read More...


વિશ્વને કોરોના વાયરસના ધાતક પરિણામોથી માહિતગાર કરનાર ચીનના ત્રણ વ્હિસલબ્લોઅર ગાયબ
વુહાનમાંથી કોરોના વાયરસ ફેલાયો તેનું સાચું કારણ બહાર આવે તે પહેલા જ કોવિડ-19ના ત્રણ વ્હિસલબ્લોઅર પાછલા બે મહીનામાં ગાયબ થઈ ગયા છે. ચેન ક્વિશી, ફાંગ બિંગ અને લી જેહુઆ આ ત્રણેય વ્યક્તિએ વિશ્વને વુહાનમાં ફેલાયેલા વાયરસના સત્ય અંગે માહિતગાર કરવાનો પ્રયત્ન કર્યો હતો અને ફેબ્રુઆરી મહીનાથી તેઓ રહસ્યમય રીતે ગાયબ છે. Read More...


કોરોના ઇફેક્ટઃ વૈશ્વિક મંદીને પગલે હજારો બાળકો મોતને ભેટશે- UN
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા બાળકો પર કોરોના વાયરસનો શું પ્રભાવ પડશે તેનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું જેમાં આ મહામારીના કારણે સર્જાનારી આર્થિક મંદીના કારણે ચાલુ વર્ષ દરમિયાન હજારો બાળકોના મોત થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. Read More...


અમદાવાદમાં કોરોનાનો પ્રથમ કેસ 35 દિવસે પણ સાજો થયો નથી, ભારત સરકારને જાણ કરાઈ
અમદાવાદમાં કોરોના વાયરસ વધુને વધુ ઘાતક બની રહ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર વિજય નહેરાએ સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે, અમદાવાદમાં કોરોનાનો જે પહેલો કેસ નોંધાયો હતો, તે દર્દી આજે 35 દિવસ બાદ પણ સારવાર હેઠળ છે. તમામ કેસોમાં આ ખાસ પ્રકારનો કેસ છે. Read More...


ખુશખબર: કોરોના કેસોનાં ગ્રોથમાં 40 ટકાનો ઘટાડો, 80 ટકા દર્દીઓ સાજા પણ થઇ રહ્યા છે

કોરોના વાયરસ વૈશ્વિક રોગચાળાથી સંપુર્ણ દુનિયામાં હાહાકાર છે, ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ જારી છે, જેના કારણે કોરોનાથી સંક્રમિતોની સંખ્યા 13 હજારને પાર થઇ છે, જો કે છેલ્લા બે દિવસોમાં કોરોનાનો  કહેરમાં થોડો ઘટાડો જોવા મળે છે.  Read More...


પોલીસ કર્મીની માનવતા, 480 કિમી એક્ટિવા ચલાવીને કેન્સરના દર્દીને દવા પહોંચાડી

કોરોનાના કારણે દેશવ્યાપી લોકડાઉનમાં ફરજ બજાવી રહેલા કોરોના વોરિયર્સમાંથી કેટલાક ઉમદા કામ કરીને બીજા માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે. બેંગ્લોરના પોલીસ કંટ્રોલ રુમમાં પરજ બજાવતા પોલીસ જવાન એસ કુમારસ્વામી કેન્સરના એક પેશન્ટ માટે મસીહા બનીને ઉભરી આવ્યા છે. Read More...


દેશમાં કોરોનાના ટેસ્ટિંગની સંખ્યા વધારીને 80000 કરાશે, સરકારે બનાવી આવી યોજના
કોરોના વાયરસના જંગમાં સરકાર 20 એપ્રિલથી કેટલીક જગ્યાએ લોકડાઉનમાં છુટછાટ આપવાની સાથે સાથે દેશમાં કોરોનાના ટેસ્ટિંગની સંખ્યા યુધ્ધના ધોરણે વધારવાની યોજના બનાવી ચુકી છે. હાલમાં દેશમાં 21000 થી 30000 સેમ્પલ ટેસ્ટ થઈ રહ્યા છે.જે એપ્રિલના અંત સુધીમાં વધારીને 80000 કરવામાં આવશે.  Read More...


અમેરિકાને નીચું દેખાડવા ચીને જાણી જોઈને બનાવ્યો હતો કોરોના વાયરસ..!!
ઘણા લાંબા સમયથી વિશ્વમાં કોરોના વાયરસ ફેલાવવા પાછળ ચીનનો હાથ હોવાનું માનવામાં આવે છે અને અમેરિકા સહિત અનેક દેશો તેને ચીનની એક ચાલ માની રહ્યા છે. ત્યારે હવે અમેરિકાની એક ચેનલે પણ આ ધારણાની પૃષ્ટિ કરી છે. Read More...


અમેરિકામાં દૈનિક મૃત્યુના રેકોર્ડ વચ્ચે રેમડેસિવિર દવાના ચમત્કારિક પરિણામો સામે આવ્યા
અમેરિકા હાલ વિશ્વમાં કોરોના વાયરસનું ગઢ બની ગયું છે તથા દરરોજ ત્યાં મૃત્યુના નવા નવા રેકોર્ડ્સ નોંધાઈ રહ્યા છે. જો કે, આ વૈશ્વિક મહામારી સામેના યુદ્ધમાં એક દવાના ખૂબ જ ચમત્કારિક પરિણામો સામે આવ્યા છે. ઈબોલા વાયરસના ખાત્મા માટે તૈયાર કરવામાં આવેલી રેમડેસિવિર નામની આ દવાના ખૂબ જ જાદુઈ પરિણામો જોવા મળી રહ્યા છે.  Read More...


નથી સુધરી રહ્યા ચીનાઓ, માંસ ખાવા ઘુવડનો શિકાર, 13000 મૃતદેહો પકડાયા
ચીનમાં કોરોના વાયરસના કહેર બાદ સરકારે મોટાભાગના રાજ્યોમાં જંગલી પ્રાણીઓનુ માંસ ખાવા પર પ્રતિબંધ મુકી દીધો છે. આમ છતા ચીનમાં આવા માંસની ડીમાન્ડ એટલી છે કે, જેના કારણે તેને સપ્લાય કરવાનુ નેટવર્ક પણ ઉભુ થઈ રહ્યુ છે. Read More...


રિઝર્વ બેન્કે ભરેલા પગલાથી નાના ઉદ્યોગો, ખેડૂતો અને ગરીબોને ફાયદો થશેઃ પીએમ મોદી
કોરોના વાયરસના કારણે દેશમાં લોકડાઉન વચ્ચે સુસ્ત પડેલી ઈકોનોમીને ટેકો આપવા માટે રિઝર્વ બેન્કે કેટલાક પગલા ભર્યા છે. જેની આજે જાહેરાત કરવામાં આવી હતી.બીજી તરફ પીએમ મોદીએ રિઝર્વ બેન્કના વખાણ કર્યા છે અને કહ્યુ છે કે, રિઝર્વ બેન્કે જે પગલા ભર્યા છે તેના કારણે નાના ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો, ખેડૂતો અને ગરીબોને મદદ મળશે. Read More...


ભારત દવાઓની અને પાકિસ્તાન આતંકવાદીઓની નિકાસ કરે છેઃ આર્મી ચીફ રોષે ભરાયા

કોરોના સામે ઘરઆંગણે ચાલી રહેલા સંગ્રામ વચ્ચે સરહદ પર પાકિસ્તાન કોઈ પણ કારણ વગર ઉશ્કેરણીજનક ફાયરિંગ કરી રહ્યુ છે. પાકિસ્તાનની આ પ્રકારની હરકતો સામે ભારતીય સેનાના આર્મી ચીફ મુકુંદ નરાવનેએ ભારે રોષ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યુ હતુ કે, ભારત જ્યારે દુનિયાના બીજા દેશોને દવાઓ સપ્લાય કરી રહ્યુ છે ત્યારે પાકિસ્તાન ભારતમાં આતંકીઓનો સપ્લાય કરવાની કોશિશ કરી રહ્યુ છે.  Read More... 


ઉત્તરપ્રદેશના સીતાપુર જિલ્લાના એક ગામની કોરોનાએ ઉંઘ હરામ કરી દીધી છે
વાયરસે સમગ્ વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે તેમાંથી ભારત પણ બાકાત નથી પરંતુ ઉત્તરપ્રદેશના સીતાપુર જિલ્લાના એક ગામની તો કોરોનાએ ઉંઘ હરામ કરી દીધી છે નવાઇની વાત તો એ છે કે આ ગામમાં કોરોનાનો એક પણ કેસ બન્યો ન હોવા છતાં આફત આવી છે કારણ કે આ ગામનું નામ જ કોરોના છે. Read More...


શું વિશ્વમાં ઘનિષ્ઠ ટેસ્ટિંગ થાય તો કરોડોને કોરોના હોવાનું બહાર આવશે ?
21 લાખથી વધુ લોકો કોરોના વાયરસના સંક્રમણનો ભોગ બન્યા છે ત્યારે હજુ પણ કોરોના સંક્રમણના દર્દીઓ વધતા જશે એવું જર્મનીની ગ્યોંટિંગન યૂનિવર્સિટીના સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે. એટલું જ નહી હાલમાં જો ઘનિષ્ઠ ટેસ્ટિંગ કરવામાં આવે તો કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા કરોડોને વટાવી શકે તેટલી છે. Read More...


તબલિગી જમાત પર રેસલર બબિતા ફોગટના ટ્વિટ બાદ સોશ્યલ મીડિયા પર સંગ્રામ
ભારતની આંતરરાષ્ટ્રિય ખ્યાતિ પ્રાપ્ત રેસલર બબિતા ફોગટે તબલિગી જમાત પર કરેલા ટ્વિટ બાદ સોશ્યલ મીડિયા પર જંગ જામી ગયો છે. Read More...

Gujarat