નવી દિલ્હી, 17 એપ્રિલ 2020 શુક્રવાર
કોરોના વિરૂધ્ધ કેન્દ્ર અને રાજ્યોની સુઆયોજીત રણનીતી રંગ લાવી છે, આરોગ્ય મંત્રાલયએ કહ્યું કે હવે કોરોના પોઝિટિવ કેસો બેગણા થવાની ઝડપ પર લગામ લાગી છે.
આરોગ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે પહેલા પોઝિટિવ કેસ થવાનો દર 3 દિવસ હતો જે હવે તે 6.2 દિવસ થયો છે, ખાસ કરીને 19 રાજ્યોમાં તો આ રાષ્ટ્રીય સરેરાસથી પણ ઓછો છે.
આ મુદ્દા પર દરરોજ યોજાતી સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે 19 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તો ડબવિંગ રેટ રાષ્ટ્રીય સરેરાસથી પણ ઓછો છે.
તેમણે જણાવ્યું કે કેરળ, ઉત્તરાખંડ, હરિયાણા, લદ્દાખ, હિમાચલપ્રદેશ, ચંદિગઢ, બિહાર, પોંડિચેરી, તેલંગાણા, ઓડિશા, તમિલનાડું, આંધ્ર પ્રદેશ, દિલ્હી, ઉત્તરપ્રદેશ, કર્ણાટક, જમ્મુ-કાશ્મિર, આસામ, અને ત્રિપુરામાં ડબલિંગ રેટ દેશનાં સરેરાસ પ્રમાણથી પણ ઓછો છે.


