નવી દિલ્હી, તા.17 એપ્રિલ 2020, શુક્રવાર
ભારતની આંતરરાષ્ટ્રિય ખ્યાતિ પ્રાપ્ત રેસલર બબિતા ફોગટે તબલિગી જમાત પર કરેલા ટ્વિટ બાદ સોશ્યલ મીડિયા પર જંગ જામી ગયો છે.
એક તરફ મોટા પાયે લોકો તેના સમર્થનમાં વાત કરી રહ્યા છે તો બીજી તરફ ફોગટના ટ્વિટનો વિરોધ કરી રહેલા લોકોએ તેનુ ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવા માટે પણ ઝુંબેશ ચલાવી છે.
બબીતા ફોગટે તાજેતરમાં કહ્યુ હતુ કે, દેશમાં તબલિગી જમાતના કારણે જ કોરોના વાયરસ ફેલાયો છે. આજે દેશમાં સૌથી વધારે કેસ જમાતના લોકોના છે. જો તબલિગી જમાતે વાયરસ ના ફેલાવ્યો હોત તો આજે લોકડાઉન ખતમ થઈ ગયુ હોત.
બબીતાએ કહ્યુ હતુ કે, કોરોના વાયરસ દેશની બીજા નંબરની સમસ્યા છે અને પહેલા નંબર પર હજી જમાતી જ છે.
कोरोना वायरस भारत की दूसरे नंबर की सबसे बड़ी समस्या है।
— Babita Phogat (@BabitaPhogat) April 15, 2020
जाहिल जमाती अभी भी पहले नंबर पर बना हुआ है।#jahiljamati
બબીતાનુ તેની બહેન ગીતાએ પણ સમર્થન કર્યુ છે. આ સિવાય બીજા રેસલર્સ પણ તેમના સમર્થનમાં ઉતર્યા છે.
હવે બબીતાએ બીજો વિડિયો ટ્વિટર પર પોસ્ટ કરીને કહ્યુ છે કે, મારા તબલિગી જમાતના ટ્વિટ બાદ લોકો મને ધમકી આપી રહ્યા છે પણ એટલુ સમજી લે કે હું ઝાયરા વાસિમ નથી કે હું ડરી જઉં.
ઉલ્લેખનીય છે કે, બબિતા ફોગટના જીવન પરથી બોલીવૂડ સુપર સ્ટાર આમિર ખાને ફિલ્મ દંગલ બનાવી હતી. જે સુપરહિટ પૂરવાર થઈ હતી.


