અમદાવાદ, તા. 17 એપ્રિલ 2020, શુક્રવાર
બહેરામપુરાના કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષનેતા બદ્દરૂદીન શેખના પત્નીનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતા તેમને એસ.વી.પી.હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
45 પૈકી 32 કેસ કોટ વિસ્તારના
અમદાવાદમાં વધુ 45 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. આ પૈકી 32 કેસ કોટ વિસ્તારના છે. કમિશનર નહેરાએ ફરી ભારપૂર્વક કહ્યુ, કોટ વિસ્તારના નેતાઓ, ધર્મગુરુઓ લોકોને બહાર નીકળતા અટકાવે નહીં તો સ્થતિ વધુ બગડી શકે છે.
સામેથી ટેસ્ટ ન લીધા હોત તો બે લાખ કેસ હોત
અમદાવાદમાં 571 કેસ નોંધાયા હોવાનુ કહી કમિશનર નહેરાએ કીધુ સામેથી ટેસ્ટ લેવામાં આવ્યા ન હોત તો ફકત 71 કેસ નોંધાયા હોત અને છુપાયેલા પાંચસો કેસોથી બે લાખ લોકો સંક્રમિત થયા હોત એથી બે લાખ કેસ થતા અટકાવી શકાયા છે.
નવા કેસો કયાં નોંધાયા
દરીયાપુર,જમાલપુર,ખમાસા,વટવા,રાયખડ,ચાંદખેડા,નિકોલ,ખાનપુર,વેજલપુર
મ્યુનિ.ના ચોપડે 571 કેસ
રાજય સરકાર અમદાવાદમાં કુલ 590 કેસ અને આજના એક મોત સાથે કુલ 18 મોત કહે છે તો મ્યુનિ.ના મત મુજબ શહેરમાં 571 કેસ નોંધાયા છે.


