Get The App

શું વિશ્વમાં ઘનિષ્ઠ ટેસ્ટિંગ થાય તો કરોડોને કોરોના હોવાનું બહાર આવશે ?

દુનિયામાં કોરોના વાયરસના માત્ર 6 ટકા દર્દીઓ જ ધ્યાનમાં આવ્યા છે.

દરેક દેશોની ટેસ્ટિંગ ગુણવત્તામાં ફર્ક હોવાથી આંકડા બહાર આવતા નથી.

Updated: Apr 17th, 2020

GS TEAM

Google News
Google News
શું વિશ્વમાં ઘનિષ્ઠ ટેસ્ટિંગ થાય તો કરોડોને કોરોના હોવાનું બહાર આવશે ? 1 - image

બર્લિન, 17 એપ્રિલ,2020, શુક્રવાર

21 લાખથી વધુ લોકો કોરોના વાયરસના સંક્રમણનો ભોગ બન્યા છે.દરરોજ 50 થી60 હજાર જેટલા કેસમાં વધારો થઇ રહયો છે. યૂરોપ હોય કે આફ્રિકા, એશિયા હોય કે અમેરિકા દુનિયાના તમામ ખૂણે લોકડાઉન જેવી સ્થિતિમાં કરોડો લોકો ધરમાં રહેવા મજબૂર બન્યા છે ત્યારે હજુ પણ કોરોના સંક્રમણના દર્દીઓ વધતા જશે એવું જર્મનીની ગ્યોંટિંગન યૂનિવર્સિટીના સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે. એટલું જ નહી હાલમાં જો ઘનિષ્ઠ ટેસ્ટિંગ કરવામાં આવે તો કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા કરોડોને વટાવી શકે તેટલી છે.

આ જર્મન સંશોધકોના ડેટા મુજબ હજુ દુનિયામાં કોરોના વાયરસના માત્ર 6 ટકા દર્દીઓજ ધ્યાનમાં આવ્યા છે જેની મૂળ સંખ્યા 10 ગણી કરતા પણ વધારે હશે. આ અંદાજે કોરોના વાયરસ સંબંધી મુત્યુદર અને ઇન્ફેકશનની શરુઆતના આંકડાને આધાર બનાવીને તૈયાર કરવામાં આવ્યો છે. ડેવલપમેન્ટ ઇકોનોમિકસ પ્રોફેસર સેબાસ્ટિયન ફોલમરનું માનવું છે કે અમને મળેલા આ પરીણામોના આધારે દેશની સરકારો અની નીતિ ઘડવૈયાઓએ તકેદારી રાખીને આયોજન કરવું જોઇએ.જયાં પણ કોરોના ટેસ્ટનું પ્રમાણ વધારે છે ત્યાં કેસો ઝડપથી બહાર આવે છે.

શું વિશ્વમાં ઘનિષ્ઠ ટેસ્ટિંગ થાય તો કરોડોને કોરોના હોવાનું બહાર આવશે ? 2 - image

જુદા જુદા દેશોની ટેસ્ટિંગની ગુણવત્તામાં ફેરફારના કારણે સત્તાવાર અને સટિક આંકડાકિય માહિતી બહાર આવતી નથી. આ અંગે સંશોધક બોમર અને ફોલમરનું માનવું છે કે 31 માર્ચ 2020 સુધી જર્મની, ઇટલી, અમેરિકા અને બ્રિટનમાં બહાર આવ્યા છે તેના કરતા ઘણા વધારે સંક્રમિત હોય તેવું બની શકે છે જેની તપાસ નથી થઇ એવા કરોડો કોરોના પોઝિટિવ લોકો ફરી રહયા છે જે ખૂબજ ખતરનાક બાબત છે. આ અંગે જર્મન યૂનિવર્સિટીના સંશોધક ક્રિસ્ટિયાના બોમર અ સેબાસ્ટિયાન ફોલમરનું આ સંશોધન ધ લેસન્ટ ઇન્ફેકશન ડિસિઝ પત્રિકામાં પ્રકાશિત થયું છે.