India

સોનિયા ગાંધીના પુસ્તક જર્ની ઓફ લવમાં મોદી, સંઘ, ચીનના ઉલ્લેખથી વિવાદ

By GS Team
29 Aug 20262 mins read
TukuTouch Logo
નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના સંસ્મરણોનું પુસ્તક 'બિલોગિંગ: અ જર્ની ઓફ લવ' ભારતમાં વિવાદમાં સપડાયું છે. પેંગ્વિન ઇન્ડિયાએ RSS, ચીન અને PM મોદી અંગેના ઉલ્લેખ હટાવવાની શરત મૂકી, જે સોનિયા ગાંધીએ ફગાવી દેતા પ્રકાશન અટકી પડ્યું છે. જોકે, પેંગ્વિન ઇન્ડિયાએ પોતે પ્રકાશક ન હોવાનો દાવો કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સોનિયા ગાંધીના પુસ્તક જર્ની ઓફ લવમાં મોદી, સંઘ, ચીનના ઉલ્લેખથી વિવાદ
  • સોનિયાના સંસ્મરણોને આવરી લેતા પુસ્તકનું પ્રકાશન અટવાયું
  • મોદી, સંઘ, ચીનનો ઉલ્લેખ હટાવવામાં આવે તો જ પુસ્તક પ્રકાશિત કરીશું તેવી પેંગ્વિનની શરત સોનિયાએ ફગાવી હોવાના રિપોર્ટ

નવી દિલ્હી : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના સંસ્મરણોને આવરી લેતા પુસ્તક બિલોગિંગ : અ જર્ની ઓફ લવ વિશ્વભરમાં પ્રકાશિત થવાની છે, જોકે ભારતમાં તેને લઇને વિવાદ સામે આવ્યો છે. એક રિપોર્ટ મુજબ પેંગ્વિન ઇન્ડિયા પ્રકાશન દ્વારા આ પુસ્તક પ્રકાશિત કરવાનું હતું જોકે પુસ્તકમાંથી આરએસએસ, ચીન અને વડાપ્રધાન મોદી અંગેનો કેટલોક ઉલ્લેખ હટાવવાની શરત મુકાઇ હતી, જે પુરી ના થતા અંતે ભારતમાં પ્રકાશન અટકી પડયું છે. જ્યારે પેંગ્વિન ઇન્ડિયાનું કહેવું છે કે તે સોનિયા ગાંધીના આ પુસ્તકના પ્રકાશક જ નથી.
સોનિયા ગાંધીએ પોતાના જીવનના મહત્વના અનુભવો અને સંસ્મરણોને આવરી લેતુ પુસ્તક બિલોગિંગ : અ જર્ની ઓફ લવ લખ્યું છે. ૧૦ નવેમ્બરના રોજ આ પુસ્તક વિશ્વભરમાં પ્રકાશિત થવાનું છે. જોકે ભારતમાં તેના પ્રકાશનને લઇને વિવાદ સામે આવ્યો છે. એવા અહેવાલો છે કે પેંગ્વિન ઇન્ડિયાએ કેટલીક શરતો મુકી છે જેમાં પુસ્તકમાંથી આરએસએસ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીન વિશેનો કેટલોક ઉલ્લેખ હટાવવા સોનિયા ગાંધીને કહ્યું હતું. જોકે સોનિયા ગાંધીએ આ શરતો ફગાવી દીધી હતી અને પુસ્તકમાં કોઇ પણ પ્રકારના ફેરફાર કરવાની ના પાડી દીધી હતી.
પુસ્તકમાં સોનિયા ગાંધીએ દાવો કર્યો છે કે હાલ ચીન ભારતની સરહદમાં ઘૂસણખોરી કરી રહ્યું છે, સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિઓ અને નેતૃત્વ, તેમની કામ કરવાની શૈલી અને કેન્દ્ર સરકારની મુખ્ય નીતિઓ પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. મોદી સાથેની મુલાકાતનો ઉલ્લેખ હોવાની પણ અટકળો છે. ચીન, મોદી ઉપરાંત આરએસએસની ભૂમિકા, રાજકીય દખલ વગેરેનો ઉલ્લેખ પણ હોવાથી વિવાદ સર્જાયો છે. પેંગ્વિન વર્લ્ડ આ પુસ્તક પ્રકાશિત કરવા માટે તૈયાર હતું પરંતુ પેગ્વિંન ઇન્ડિયાને લઇને વિવાદ સામે આવ્યો છે. એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે પેંગ્વિન ઇન્ડિયાએ વાંધાજનક લખાણ હટાવવા કહ્યું છે જેનો સોનિયા ગાંધીએ સ્વીકાર નથી કર્યો. વિવાદ વચ્ચે બાદમાં પેંગ્વિન ઇન્ડિયાએ એવી પણ સ્પષ્ટતા કરી છે કે અમે આ પુસ્તકના પ્રકાશક જ નથી. હવે કોંગ્રેસે દાવો કર્યો છે કે મોદી, આરએસએસ અને ચીન અંગેના લખાણનેદૂર કરવા માટે પેંગ્વિન પર દબાણ હતું. માટે પ્રકાશક પાછીપાની કરી રહ્યું છે.