India

'હવે ભારત ઘરમાં ઘુસીને મારે છે, કોંગ્રેસે આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી ન કરી', PM મોદીનું મોટું નિવેદન

By GS TEAM
8 Oct 20252 mins read
TukuTouch Logo
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 વર્ષ પહેલા થયેલા આતંકી હુમલાની વાત કરતાં કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, 'મુંબઈ ભારતની આર્થિક રાજધાની હોવાની સાથે ભારતના વાઇબ્રન્ટ શહેરોમાંનું એક છે. એટલા માટે વર્ષ 2008માં આતંકીઓએ મુંબઈ શહેર મોટા હુમલા માટે પસંદ કર્યું હતું. પરંતુ ત્યારે કોંગ્રેસ સરકાર સત્તામાં હતી, તે આતંકવાદ સામે શરણાગતિ સ્વીકારી. જ્યારે હવે ભારત ઘરમાં ઘુસીને મારે છે, કોંગ્રેસે આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી ન કરી...'

Summarized by AI; it may make mistakes. Check important info

'હવે ભારત ઘરમાં ઘુસીને મારે છે, કોંગ્રેસે આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી ન કરી', PM મોદીનું મોટું નિવેદન

Narendra Modi Statement On Congress : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 વર્ષ પહેલા થયેલા આતંકી હુમલાની વાત કરતાં કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, 'મુંબઈ ભારતની આર્થિક રાજધાની હોવાની સાથે ભારતના વાઇબ્રન્ટ શહેરોમાંનું એક છે. એટલા માટે વર્ષ 2008માં આતંકીઓએ મુંબઈ શહેર મોટા હુમલા માટે પસંદ કર્યું હતું. પરંતુ ત્યારે કોંગ્રેસ સરકાર સત્તામાં હતી, તે આતંકવાદ સામે શરણાગતિ સ્વીકારી. જ્યારે હવે ભારત ઘરમાં ઘુસીને મારે છે, કોંગ્રેસે આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી ન કરી...'

વડાપ્રધાન મોદીએ શું કહ્યું?

વડાપ્રધાન મોદીના મતે, 'તાજેતરમાં કોંગ્રેસ શાસનકાળમાં દેશના ગૃહમંત્રી રહી ચૂકેલા નેતાએ ખુલાસો કર્યો હતો કે, વર્ષ 2008માં મુંબઈ હુમલા બાદ આપણી સેના પાકિસ્તાન પર હુમલો કરવા માટે તૈયાર હતી. પરંતુ અન્ય દેશના દબાણમાં કોંગ્રેસ સરકારે દેશની સેનાને પાકિસ્તાન સામે હુમલો કરવાથી રોક્યા હતા.'

પીએમ મોદીએ કહ્યું કે, 'કોંગ્રેસે જણાવવું પડશે કે તે કોણ હતું જેણે વિદેશ તબાણમાં નિર્ણય કર્યો અને મુંબઈ-દેશની ભાવના સાથે ખિલવાડ કર્યો. અમારા માટે દેશ અને દેશવાસીઓની સુરક્ષાથી વિશેષ કોઈ નથી. આજનું ભારત દમદાર જવાબ આપે છે, ઘરમાં ઘુસીને મારે છે. જે ઓપરેશન સિંદૂર દરમિયાન દુનિયાએ જોયું.'

આ પણ વાંચો: 'મુંબઈની સફર વધુ સરળ થશે...', નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન

મુંબઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટનું ઉદ્ધાટન 

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ધાટન કર્યું. ઉદ્ધાટન પછી સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે, 'મુંબઈને હવે પોતાનું બીજું ઇન્ટરનેશનલ ઍરપોર્ટ મળી ગયું છે. એશિયાની સૌથી મોટી કનેક્ટિવિટી હબના સ્વરૂપે સ્થાપિત કરવામાં આ ઍરપોર્ટ મોટી ભૂમિકા નિભાવશે. આ નવા ઍરપોર્ટથી મહારાષ્ટ્રના ખેડૂતો યુરોપ અને પશ્ચિમ એશિયાની સુપરમાર્કેટ સાથે પણ જોડાઈ શકશે.'

આ પણ વાંચો: 'આઝમ ખાન પર ખોટા કેસ કરીને ફસાવ્યા, સપા હંમેશા તેમની સાથે...', મુલાકાત બાદ બોલ્યા અખિલેશ

કોંગ્રેસની પાર્ટીએ કેન્દ્ર સરકારને કર્યા આકરા સવાલો

આ પહેલા કોંગ્રેસની પાર્ટીએ કેન્દ્ર સરકારને આકરા સવાલો કર્યા. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, '30 સપ્ટેમ્બર, 2025ના રોજ જારી કરાયેલી સૂચનામાં પાકિસ્તાન, સાઉદી અરેબિયા, કતાર, ઓમાન, તૂર્કિયે અને ઇઝરાયલ જેવા દેશોનો પણ સમાવેશ થાય છે. જુઓ રાજદ્વારી વાતાવરણ કેટલી ઝડપથી બદલાય છે અને રાજદ્વારી અવરોધો કેટલી ઝડપથી વધે છે.' કોંગ્રેસના મહાસચિવે બંને યુએસ સૂચનાઓની નકલો શેર કરતાં કહ્યું કે, 'આ ભારતની વિદેશ નીતિની નિષ્ફળતાની નિશાની છે.'