India

‘ચલો, કુછ નાસમજો કો ઇતિહાસ સીખાતે હૈ..', ફિલ્મ પદ્માવતના જૌહર દ્રશ્ય પર સવાલ ઉઠાવનાર સ્વરા ભાસ્કર પર ભડકી કંગના રણૌત

By GS Team
2 Sep 20262 mins read
TukuTouch Logo
ફિલ્મ 'પદ્માવત'ના 'જૌહર' સીન પર અભિનેત્રી સ્વરા ભાસ્કરના વિવાદાસ્પદ નિવેદનથી સોશિયલ મીડિયા પર હોબાળો મચ્યો છે. હવે કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક AI વીડિયો શેર કરીને સ્વરા પર નિશાન સાધ્યું છે. આ વીડિયોમાં "રાણી પદ્માવતીને કાયર કહેનારાઓને તેમની ઔકાત બતાવીએ" ગીત વાગી રહ્યું છે. સ્વરાએ જૌહર સીનને અયોગ્ય ગણાવ્યો હતો, જેના પર ભારે ટીકા થઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

‘ચલો, કુછ નાસમજો કો ઇતિહાસ સીખાતે હૈ..', ફિલ્મ પદ્માવતના જૌહર દ્રશ્ય પર સવાલ ઉઠાવનાર સ્વરા ભાસ્કર પર ભડકી કંગના રણૌત

બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર આ દિવસોમાં ફિલ્મ ‘પદ્માવત’ના ‘જૌહર’ સીન પર આપેલા વિવાદાસ્પદ નિવેદનને કારણે સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ થઈ રહી છે. હવે આ વિવાદમાં એક્ટ્રેસ કંગના રનૌત પણ કૂદી પડી છે અને તેણે અલગ જ અંદાજમાં સ્વરા ભાસ્કર પર પરોક્ષ રીતે પ્રહાર કર્યા છે.

ઇન્સ્ટાગ્રામ સ્ટોરીથી સાધ્યું નિશાન

કંગના રનૌતે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક AI એડિટેડ વીડિયો શૅર કર્યો છે, જેમાં ‘પદ્માવત’ના સીન અને બેકગ્રાઉન્ડમાં એક રેપ સોન્ગ ચાલી રહ્યું છે. સોન્ગના લિરિક્સ છે- "ચલો કુછ ના સમજ કો ઇતિહાસ સિખાતે હૈં... રાની પદ્માવતી કો કાયર કહેને વાલોં કો ઉનકી ઔકાત દિખાતે હૈં." આ વીડિયો મૂળ મયૂર મોગરે નામના અકાઉન્ટ પર સ્વરાને ટાર્ગેટ કરીને બનાવાયો હતો, જેને કંગનાએ કોઈ પણ કેપ્શન વગર રી-શૅર કરીને મૌન રહીને પણ કટાક્ષ કર્યો છે.

શું હતો સમગ્ર વિવાદ?

એક ઇવેન્ટ દરમિયાન સ્વરા ભાસ્કરે ફિલ્મ ‘પદ્માવત’ના જૌહર સીન પર સવાલ ઉઠાવ્યા હતા. તેણે કહ્યું હતું કે આ દ્રશ્ય જોઈને તે ખૂબ જ અસહજ થઈ ગઈ હતી અને પોતાની ઇજ્જત બચાવવા સ્ત્રીઓએ મૃત્યુને ગળે લગાવવું કેટલું યોગ્ય છે તેવા સવાલો તેના મનમાં ઊભા થયા હતા.

image.png

સ્વરા ભાસ્કરની સ્પષ્ટતા

આ નિવેદન બાદ સ્વરા પર રાણી પદ્માવતી અને જૌહર કરનારી મહિલાઓને 'કાયર' કહેવાનો આરોપ લાગ્યો હતો. જોકે, ટ્રોલિંગ વધતા સ્વરાએ સ્પષ્ટતા કરી હતી કે તેણે ક્યારેય રાણી પદ્માવતી કે મહિલાઓને કાયર નથી કહ્યા, પરંતુ તેના નિવેદનને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યું છે.