World

પાકિસ્તાનમાં 125 વર્ષ જૂનું મંદિર મદ્રેસા બનાવવા તોડી પડાયું

By GS Team
1 Sep 20262 mins read
TukuTouch Logo
પાકિસ્તાનના નારોબાલ વિસ્તારના સિરાજગાંવમાં 125 વર્ષ જૂનું હિન્દુ મંદિર તોડી પડાયું છે. મદ્રેસા બનાવવાના હેતુથી તહેરિક-એ-લબ્બૈક પાકિસ્તાન (TLP)ના કટ્ટરપંથી સભ્યોએ 21 ઓગસ્ટે આ કૃત્ય કર્યું હતું. પાકિસ્તાની અધિકારીઓએ ભારે વરસાદને કારણે મંદિર જર્જરિત થયાનો બચાવ કર્યો, પરંતુ મદ્રેસાના નિર્માણ પર મૌન સેવ્યું. લઘુમતીઓમાં આક્રોશ વ્યાપ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાકિસ્તાનમાં 125 વર્ષ જૂનું મંદિર મદ્રેસા બનાવવા તોડી પડાયું
  • પાકિસ્તાનના અધિકારીએ લૂલો બચાવ કર્યો : 'ભારે વર્ષાને લીધે તેમ બન્યું હશે : જોકે, અમારા રેકોર્ડમાં તો તે મંદિરનો ઉલ્લેખ જ નથી'

નવી દિલ્હી : પાકિસ્તાનમાં ૧૨૫ વર્ષ જુનું હિન્દુ મંદિર તોડી પડાયું હોવાનો કિસ્સો જાણવા મળ્યો છે. એક રિપોર્ટ પ્રમાણે જાણવા મળ્યું છે કે મદ્રેસા બનાવવા માટે આ પ્રાચીન મંદિર તોડી પાડવામાં આવ્યું હતું. આ પછી તેનો ઉગ્ર વિરોધ કરનારાઓને સાંત્વન આપતા હોય તે રીતે અધિકારીઓએ કહ્યું કે તે મંદિર ચોમાસામાં જ ઘણું ખખડી ગયું હતું. તેથી તે તોડી પાડવું અનિવાર્ય હતું. પરંતુ તે સ્થળે મંદિર ફરી બનાવવાની પરવાનગી આપવાને બદલે ત્યાં મદ્રેસા શા માટે બનાવવામાં આવનાર છે, તેવા પ્રશ્નનો તે અધિકારી પાસે કોઇ જવાબ ન હતો.
વાસ્તવમાં ગત મહિને બનેલી આ હકીકત હવે બહાર આવી છે.
મંદિર તોડી પાડવા પાછળનો હેતુ મંદિરની જગ્યામાં મદ્રેસા બનાવવાનો હતો.
એક રિપોર્ટ પ્રમાણે તહેરિક-એ- લબ્બૈક પાકિસ્તાન' (ટીએલપી) નામક એક નવી કટ્ટરપંથી સંસ્થા ઉભી થઇ છે. તેના સભ્યોએ તે મંદિર ઓગસ્ટ ૨૧ ના દિવસે તે મંદિર તોડી નાખ્યું હતું. જેથી તેની જમીન મદ્રેસાની જમીનમાં સામેલ કરવામાં આવે, તેની માલિકીની જમીન આશરે ૧૦૦૦ ચો.કિ.મી. જેટલી છે.
લાહોરથી આશરે ૧૩૭ કિ.મી. દૂર આવેલા નારોબાલ વિસ્તારનાં સિરાજગાંવમાં આ મંદિર આવેલું છે. તે તોડી પાડવામાં આવ્યું હોવાથી પાકિસ્તાનમાં વસતી લઘુમતિઓમાં ભારે ગુસ્સો વ્યાપ્યો છે. તેઓના કેન્દ્રીય સંગઠન પાકિસ્તાન મસીહા મિલ્લત પાર્ટીે મુખ્ય મંત્રી મરિયમ નવાઝની સરકારને લિખિત રીતે જણાવ્યું હતું કે, મંદિર તોડી પાડનારાઓ સામે કાનુની કાર્યવાહી કરવામાં આવે તથા મંદિરનું પુન:નિર્માણ કરવામાં આવે.
જો કે પાકિસ્તાનમાં હિન્દુ મંદિરો તોડવાની ઘટના તો વારંવાર બનતી જ રહે છે તે સર્વવિદિત છે.