કોંકણા, અદિતીની લસ્ટ સ્ટોરીઝ 16મી સપ્ટેમ્બરે રીલિઝ થશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- રિયલ લાઈફની જોડી અદિતી, સિદ્ધાર્થ સાથે આવશે
- વિક્રમાદિત્ય મોટવાણી, કિરણ રાવ, શકુન બાત્રા અને વિશાલ ભારદ્વાજની શોર્ટ ફિલ્મો
મુંબઈ : ચર્ચાસ્પદ વેબ સીરિઝ ' લસ્ટ સ્ટોરીઝ'ની ત્રીજી સીઝન આગામી ૧૮મી સપ્ટેમ્બરથી રીલિઝ થવાની છે. આ શોને ઇન્ટરનેશનલ એમ્મી એવોર્ડમાં નોમિનેશન મળ્યું છે. સીરિઝનું ટ્રેલર સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં રજૂ કરવામાં આવશે.
જે ચાર શોર્ટ ફિલ્મ આ સીઝનમાં રજૂ થવાની છે તેમાં વિક્રમાદિત્ય મોટવાણીની શોર્ટ ફિલ્મમાં રાધિકા આપ્ટે, કોંકણાસેન શર્મા, વિજય વર્મા અને અભિષેક બેનર્જી છે. જ્યારે શકુન બાત્રાની શોર્ટ ફિલ્મમાં અલી ફઝલ અને રાધિકા મદન જોવા મળશે જ્યારે રિયલ લાઈફ જોડી સિદ્ધાર્થ અને અદિતિરાવ હૈદરી વિશાલ ભારદ્વાજની શોર્ટ ફિલ્મમાં જોવા મળશે. જ્યારે કિરણરાવની શોર્ટ ફિલ્મમાં ગુરફતેહ પિરજાદા અને નવોદિત સના થમ્પી જોવા મળશે. 'લસ્ટ સ્ટોરીઝ' એન્થોલોજીની અગાઉની બંને સીઝન ચર્ચાસ્પદ બની હતી. ત્રીજી સીઝનની જાહેરાત ફેબુ્રઆરી ૨૦૨૬માં કરવામાં આવી હતી. આ શોર્ટ ફિલ્મોમાં પ્રેમ, વાસના, સબંધો અને મનમાં ધરબાયેલી ઇચ્છાઓની વાત અનોખી રીતે રજૂ થશે.




