ઇરાનના ચાબહારથી અબ્બાસ બંદર સુધી અમેરિકાનો મિસાઇલમારો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકા અને ઇરાન વચ્ચે સોમવારે ફરીથી જંગની સ્થિતિ બની ગઈ છે. પીસ ડીલને લઈને ચાલતી વાતચીત અંગે અમેરિકાએ હોર્મુઝની ખાડીની આસપાસ ઇરાનના ઇસ્લામિક ગાર્ડ્સ કોર્પ્સના થાણાઓ પર હુમલા કર્યા. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા મુજબ આ લશ્કરી કાર્યવાહી હોર્મુઝમાં કોમર્સિયલ શિપ અને આ ક્ષેત્રમાં ગોઠવવામાં આવેલા અમેરિકન સૈનિકો પર ઇરાને કરેલા હુમલાના જવાબમાં કરવામાં આવી હતી. ઇરાનના સ્થાનિક પ્રસારમાધ્યમોના જણાવ્યા મુજબ એમેરિકાના હુમલા પછી દક્ષિણ અને દક્ષિણ-પૂર્વી ઇરાનના મોટા હિસ્સામાં વિસ્ફોટોના અવાજ સંભળાયા. ચાબહાર, બંદર અબ્બાસ, કોણારક, કશમ, જાસ્ક, સિરિક અને મીનાબ જેવા દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે વિસ્ફોટ થયા છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે અમેરિકન લશ્કરે અમેરિકન સમય મુજબ બપોરે ૧૨ વાગે આઇઆરજીસીના ઠેકાણાઓ પર હુમલા શરૂ કર્યા.




