Entertainment

રાકેશ ઓમપ્રકાશ મહેરા વિક્રાન્ત મેસ્સી સાથે લવ સ્ટોરી બનાવશે

By GS Team
1 Sep 20261 min read
TukuTouch Logo
રાકેશ ઓમપ્રકાશ મેહરા સલમાન ખાન સાથે મહત્વાકાંક્ષી ફિલ્મ 'કર્ણ' બનાવશે, જે 2 ભાગમાં બનશે. ઓગસ્ટ 2027માં શૂટિંગ શરૂ થશે. તે પહેલાં, મેહરા વિક્રાંત મેસ્સી સાથે 30 દિવસમાં એક નાનકડી લવસ્ટોરીનું શૂટિંગ પૂર્ણ કરશે. આ લવસ્ટોરી નાના શહેરમાં આકાર લેતી રોમેન્ટિક ફિલ્મ હશે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાકેશ ઓમપ્રકાશ મહેરા વિક્રાન્ત મેસ્સી સાથે લવ સ્ટોરી બનાવશે
  • સલમાનની કર્ણ બે ભાગમાંબનાવવામાં આવશે

મુંબઈ : રાકેશ ઓમપ્રકાશ મહેરા સલમાન ખાન સાથે તેમની મહત્વાકાંક્ષી ફિલ્મ 'કણ'ર્ બનાવવાના છે પણ તે પહેલાં તેઓ વિક્રાન્ત મેસ્સી સાથે એક નાનકડી લવસ્ટોરી બનાવવા માંગે છે. 'કર્ણ' પર પુરું ધ્યાન કેન્દ્રિત કરતાં પહેલાં નિર્દેશક રાકેશ મહેરા ૩૦ દિવસમાં આ ફિલ્મનું શૂટિંગ પુરી કરી નાંખવા માંગે છે.
વિક્રાન્ત મેસ્સીને હીરો તરીકે ચમકાવતી આ ફિલ્મ એક નાના શહેરમાં આકાર લેતી લવસ્ટોરી છે. 'કર્ણ'માં સલમાનખાન હીરો હોઇ આ ફિલ્મ મોટાપાયે બનાવવામાં આવશે. તે બે ભાગમાં બનવાની છે. ઓગસ્ટ ૨૦૨૭માં કર્ણનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. આમ, લગભગ એક વર્ષનો ગાળો હોઇ રાકેશ મહેરા તેનો ઉપયોગ લવસ્ટોરી બનાવવા માટે કરી લેવા માંગે છે.