ભારત માટે લોઢાના ચણા : યુ.એ.ઇ. અને ઇરાનને સાથે કેમ રાખવા તે પ્રશ્ન મૂંઝવે છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- BRICS સમિટ ૨૦૨૬
- સપ્ટેમ્બર ૧૨-૧૩ના દિને બ્રિક્સ સમિટ દિલ્હીમાં યોજાવાની છે, ભારત અધ્યક્ષપદે છે : સર્વસંમત ડેકલેરેશન પ્રસિદ્ધ થવું મુશ્કેલ છે
નવી દિલ્હી : આ વર્ષે બ્રિક્સ સમિટ દિલ્હીમાં યોજાવાની છે. ૧૨-૧૩ સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી આ શિખર પરિષદમાં ભારત અધ્યક્ષ સ્થાને છે. આ સમિટ એવા સમયે યોજાઇ રહી છે કે જ્યારે ઇરાન યુદ્ધનો પડછાયો તે ઉપર ઝળુંબે છે. સામાન્યત: શિરસ્તો તેવો રહ્યો છે કે - કોઇપણ આંતરરાષ્ટ્રીય પરિષદમાં સર્વસંમત સંયુક્ત નિવેદન પ્રસિદ્ધ કરાતું હોય છે. પરંતુ આ વખતે બ્રિક્સ શિખર પરિષદમાં સર્વ સંમત જાહેર નિવેદન પ્રસિદ્ધ થવું અસંભવ સમાન બની રહ્યું છે. કારણ ઇરાન-યુએઇ વચ્ચેના ઘેરા અને ઘેરા બની રહેલા મતભેદો છે.
ધી હિન્દુ બિઝનેસ લાઇનના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારત તે મતભેદો દુર કરવા પ્રયત્નો કરી રહ્યું છે અને એ ૧૧ સભ્યોના જુથ દ્વારા એક સર્વ સંમત નિવેદન પ્રસિદ્ધ થાય તે જોવા માગે છે. પરંતુ યુએઇ અને ઇરાન વચ્ચે વધી રહેલા તણાવો સર્વ સંમત નિવેદન પ્રસિદ્ધ થાય તેમ લાગતું નથી. તેવામાં એવા સમાચારો પ્રસિદ્ધ થયા છે કે યુએઇ ઉપર બે મિસાઇલ્સ છોડવામાં આવ્યા છે. યુએઇએ ઇરાન પર તેનો આક્ષેપ મુકયો છે, જ્યારે ઇરાને તે આક્ષેપ નકારી કાઢ્યો છે. છતાં યુએઇએ ઇરાન સાથે વ્યાપાર નિલંબિત કરી દીધો છે.
એક ભારતિય અધિકારીએ બિઝનેશ લાઇનને કહ્યું હતું કે, ભારતે તે માટે શેરપાલાઇન હાથ ધરી છે. તેના અન્ય પ્રતિનિધિઓ ઇરાન તેમજ યુએઇના વરિષ્ટ અધિકારીઓ સાથે મંત્રણા કરી સર્વસંમત નિવેદન પ્રસિદ્ધ થઇ શકે તે માટે પ્રયાસો કરી રહ્યા છે. તે માટે તેઓએ આપસી મંત્રણાઓનો પણ માર્ગ સૂચવ્યો છે.
આ સમિટમાં રશિયાના પ્રમુખ શી જિનપિંગ ઇરાનના પ્રમુખ પેઝેરિકયાન યુએઇમાં પ્રમુખ પદે રહેલા અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલીદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલના હ્યાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ નીચે આ સર્વે મળવાના છે. મોદીની ચિંતા વધી રહી છે.




