India

કાશ્મીરમાં 4 દિવસમાં 4 વખત વાદળ ફાટયા, હિમાચલમાં ભૂકંપ, ધાર્મિક યાત્રાઓ અટકી

By GS Team
7 Jun 20261 min read
TukuTouch Logo
જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં ચાર દિવસમાં ચાર જગ્યાએ વાદળ ફાટવાની ઘટનાઓ સામે આવી ચુકી છે. ભુસ્ખલનની ભીતિને પગલે પ્રશાસને પ્રભાવિત વિસ્તારોની ધાર્મિક યાત્રાઓને હાલ પુરતા અટકાવી દીધી છે અને લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે. દરમિયાન હિમાચલ પ્રદેશમાં ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કાશ્મીરમાં 4 દિવસમાં 4 વખત વાદળ ફાટયા, હિમાચલમાં ભૂકંપ, ધાર્મિક યાત્રાઓ અટકી

Kashmir Cloud Burst News : જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં ચાર દિવસમાં ચાર જગ્યાએ વાદળ ફાટવાની ઘટનાઓ સામે આવી ચુકી છે. ભુસ્ખલનની ભીતિને પગલે પ્રશાસને પ્રભાવિત વિસ્તારોની ધાર્મિક યાત્રાઓને હાલ પુરતા અટકાવી દીધી છે અને લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે. દરમિયાન હિમાચલ પ્રદેશમાં ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા છે. 

હિમાચલ પ્રદેશમાં રાતભર ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા હતા જેની તીવ્રતા 5.0, 2.8 અને 3.0 રહી હતી. આ ભૂકંપને પગલે કેટલાક વિસ્તારોમાં મકાનો પડી ગયા હતા જ્યારે લોકોમાં ભારે ભય ફેલાયો હતો. રાત્રે 10 વાગ્યે પાંચની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જ્યારે 11 વાગ્યે 2.8 અને 11:52 કલાકે ત્રણની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેને પગલે અનેક વિસ્તારોમાં ભારે નુકસાન પહોંચ્યું હતું. 

બીજી તરફ જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ, ડોડા અને રિયાસી જેવા પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાઓ સામે આવી છે. એવામાં પ્રશાસને પહાડી વિસ્તારોમાં લોકોને નદીઓથી દૂર રહેવાની સલાહ આપી છે. ઘાટીમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાની સ્થિતિ છે જ્યારે જમ્મુમાં ગરમીનો કેર યથાવત છે, કિશ્તવાડમાં પ્રશાસને મચૈલ માતા અને મિંધલ માતાના યાત્રાળુઓને હાલ યાત્રાએ ના જવાની સલાહ આપી છે.