મુંબઈમાં CJPનું આંદોલન પૂર્ણ, અભિજીત દીપકેએ કહ્યું-'જ્ઞાનેશ કુમારના રાજીનામાં સુધી લડાઈ યથાવત રહેશે'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

CJP Protest against CEC Gyanesh Kumar: મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે દિલ્હીના જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરી રહેલા AAP નેતાઓ અને વિવિધ વિદ્યાર્થી સંગઠનોના 700થી વધુ કાર્યકરોની દિલ્હી પોલીસે અટકાયત કરી. મુંબઈમાં CJP દ્વારા શિવસેના ભવનથી શિવાજી પાર્ક તરફ માર્ચ યોજાઈ, જ્યાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, ખાસ કરીને અભિનેતા નસીરુદ્દીન શાહ, વિશાલ દદલાની, શબાના આઝમી પણ સમર્થનમાં આપવા પહોંચ્યા હતા. મુંબઈમાં હાલ CJPનું આંદોલનનો એક દિવસીય પ્રથમ પડાવ પૂરો થયો છે. દીપકેના દાવા મુજબ તે ફરીથી જંતરમંતર પર SIR મુદ્દે જ્ઞાનેશ કુમારના રાજીનામાંની માગ સાથે મેદાનમાં ઉતરશે.
વિશાલ દદલાની, શબાના આઝમી અને નસીરુદ્દીન શાહ CJPના આંદોલનમાં જોડાયા
અભિજીત દીપકેએ સરકાર પર સાધ્યું નિશાન
CJPના સંસ્થાપક અભિજીત દીપકેએ મુંબઈમાં પ્રદર્શન દરમિયાન સરકાર અને વડાપ્રધાન પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે-
મુંબઈ પોલીસને મારી અટકાયત કરવાનો આદેશ મળ્યો હતો, પરંતુ પોલીસકર્મીઓએ મને ચા પીવડાવી અને જવા માટે કહ્યું. પોલીસ કર્મચારીઓ પણ કહે છે કે હું જે કરી રહ્યા છે તે સાચું છે. જ્ઞાનેશ કુમારના રાજીનામાં સુધી આંદોલન યથાવત રહેશે
આદિત્ય ઠાકરેએ સમર્થન જાહેર કર્યું
શિવસેના (UBT) નેતા આદિત્ય ઠાકરેએ મુંબઈમાં CJPના પ્રદર્શનને સમર્થન આપ્યું. તેમણે કહ્યું કે મુંબઈ લોકશાહીને પુનઃપ્રાપ્ત કરવા માટે આગળ આવી રહ્યું છે અને તેમણે લોકોને CJPના પ્રદર્શનમાં જોડાવા માટે અપીલ કરી.
શિવસેના ભવનથી શિવાજી પાર્ક તરફ માર્ચ
મુંબઈમાં સીજેપી (CJP)ના વિરોધ પ્રદર્શન માટે મોટી સંખ્યામાં આંદોલનકારીઓએ શિવસેના ભવનથી શિવાજી પાર્ક તરફ માર્ચ કાઢી છે. રાષ્ટ્રધ્વજ અને ઝંડા સાથે આંદોલનકારીઓએ ચૂંટણી સંબંધિત મુદ્દાઓને લઈને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.
અભિનેતા નસીરુદ્દીન શાહ સમર્થન માટે પહોંચ્યા
કોકરોચ જનતા પાર્ટીનું મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ પ્રદર્શન શરૂ થઈ ગયું છે. જેમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. એક તસવીર સૌરવ દાસે પોતાના સોશિયલ મીડિયા એક્સ (X) પર પોસ્ટ કરી છે. બોલિવૂડ અભિનેતા નસીરુદ્દીન શાહ કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શનમાં પહોંચ્યા, નસીરુદ્દીન દીપકેને સૌથી પહેલા ભેટી પડ્યા. આ દરમિયાન અભિજીત સતત એ વાત કહેતા રહ્યા કે તેઓ તેમના ખૂબ મોટા પ્રશંસક છે. જેના પર નસીરુદ્દીન શાહે કહ્યું કે તેઓ પણ તેમના (દીપકેના) મોટા પ્રશંસક છે. આ પછી પ્રખ્યાત બોલિવૂડ અભિનેતાએ દીપકેને તેમના કાર્યો માટે શુભકામનાઓ આપી અને આભાર પણ માન્યો.
મુંબઈમાં શિવાજી પાર્ક છાવણીમાં ફેરવાયું
મુંબઈમાં 4 વાગ્યાથી દેખાવોની શરૂઆત થઈ છે. ઠેર ઠેર લોકોની ભીડ પણ જોવા મળી રહી છે. જેમાં ઘણાં લોકો કોકરોચ પાર્ટીના સમર્થકો છે. આ દરમિયાન મુંબઈ પોલીસે શિવાજી પાર્કમાં દેખાવો કરવાની પરમિશન આપી નથી. તેને જોતા જ શિવાજી પાર્કને છાવણીમાં ફેરવી નાખવામાં આવ્યું છે. અહીં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ, સુરક્ષાદળો તહેનાત કરી દેવામાં આવ્યા છે. જો સીજેપી દ્વારા અહીં દેખાવો કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો મોટાપાયે ધરપકડ અભિયાન ચલાવાય તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે.
આપ નેતા અને AISAના કાર્યકરો સહિત દિલ્હીમાં 150 દેખાવકારોની અટકાયત
અહેવાલ અનુસાર દિલ્હીમાં જંતર મંતર ખાતે જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દેખાવો કરવા લોકો ભેગા થાય એ પહેલા આમ આદમી પાર્ટીના નેતા, AISA ના કાર્યકરો સહિત કુલ 150 દેખાવકારોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે.
CJPની ત્રણ મુખ્ય માગ
- CEC જ્ઞાનેશ કુમાર રાજીનામુ આપે
- મતદાર યાદી ફ્રીઝ કરવામાં આવે
- સિવિલ સોસાયટીની ભાગીદારી સાથે આગામી ચૂંટણી કમિશનરની નિમણૂક થાય
CJP એ દેખાવોનો પ્લાન જાહેર કર્યો
કોકરોચ જનતા પાર્ટીએ દેખાવોની રૂપરેખા જાહેર કરી દીધી છે. આવનારા દિવસોમાં દેશભરમાં દેખાવો કરવામાં આવશે. આજે સીજેપી સાંજે 4 વાગ્યે છત્રપતિ શિવાજી મહારાજ પાર્કના ગેટ નંબર 6 ની સામે દેખાવો કરશે. ત્યારબાદ આંદોલનને ધીમે ધીમે આખા દેશમાં આગળ વધારાશે. ત્યારબાદ જંતર મંતર પર દેખાવોની સાથે તેનું અંત થશે. સીજેપી નેતા દીપકેએ કહ્યું કે ચૂંટણી પ્રક્રિયામાંથી લોકોનો ભરોસો ઊઠી ગયો છે.




