CJPના પ્રવક્તા સૌરવ દાસ મોટી મુશ્કેલીમાં ! યુટ્યુબર્સ અને ચેનલો ઘરમાં બળજબરીથી ઘૂસ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

CJP Saurav Das Security Threat: કોકરોચ જનતા પાર્ટી (CJP) ના રાષ્ટ્રીય પ્રવક્તા સૌરવ દાસે પોતાના પરિવાર માટે ગંભીર સુરક્ષા ખતરાનો દાવો કરીને સળવળાટ મચાવી દીધો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, અનેક યુટ્યુબર્સ અને મીડિયા રિપોર્ટરોએ તેમના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો, અને અંદરથી વીડિયો બનાવીને પ્રસારિત કર્યા હતા.
સૌરવ દાસે શું કહ્યું?
સૌરવ દાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોતાની ચિંતા વ્યક્ત કરતા લખ્યું કે, મીડિયા ચેનલો અને યુટ્યુબર્સ દ્વારા ઘરના અંદરના વિઝ્યુઅલ્સ બતાવવા એ માત્ર પ્રાઈવસીનો ભંગ નથી, પરંતુ તેમના પરિવાર માટે મોટો સુરક્ષા ખતરો છે. દાસે ચેતવણી આપી કે, જો આ વીડિયો જોઈને અસામાજિક તત્વો તેમના ઘર પર હુમલો કરશે, તો તેના માટે આ યુટ્યુબર્સ અને તેમના ટ્રોલ હેન્ડલર્સ સીધા જવાબદાર રહેશે.
તેમણે દાવો કર્યો કે, સવારે લગભગ 15 થી 20 લોકો તેમના ઘરે પહોંચ્યા હતા, જ્યારે કેટલાક લોકો રાતથી જ બહાર જમા થઈ ગયા હતા. જે સમયે આ ઘટના બની ત્યારે સૌરવ દાસ મહારાષ્ટ્રમાં પાર્ટીની બે દિવસીય બેઠકમાં ભાગ લેવા ગયા હતા, અને તેઓ ઘરે હાજર પરિજનોની સુરક્ષાને લઈને અત્યંત ચિંતિત છે.
જંતર-મંતર વિરોધ પ્રદર્શન સાથે કનેક્શન
યુટ્યુબર્સ તેમના ઘર બહાર ઊભા રહીને તેમની અંગત જિંદગી, સંપત્તિ અને જંતર-મંતર પર થયેલા 36 દિવસના વિદ્યાર્થી આંદોલનમાં તેમની ભૂમિકા અંગે ચર્ચા કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ જ વિદ્યાર્થી આંદોલનને કારણે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું હતું.
રાજકારણ ગરમાયું
આ ઘટના બાદ રાજકારણ ગરમાયું છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ બ્રાયને જણાવ્યું કે, તેઓ આ મુદ્દો રાજ્યસભામાં ઉઠાવશે. જ્યારે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે આને સત્તાપક્ષનો અસલી ચહેરો ગણાવ્યો છે. બીજી તરફ, CJP સંસ્થાપક અભિજિત દીપકે સ્પષ્ટ કર્યું કે, તેમનું સંગઠન કોઈ રાજકીય પક્ષ તરીકે નહીં પરંતુ એક સશક્ત 'પ્રેશર ગ્રુપ' તરીકે કામ કરશે.









