India

દિલ્હીમાં સંગ્રામ! આજે ફરી સંસદ તરફ કૂચ કરશે ‘કોકરોચ’, સોમવારે મોડી રાતથી જંતર-મંતર પર આંદોલન ફરી શરૂ

By GS Team
21 Jul 20263 mins read
TukuTouch Logo
દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીની "સંસદ ચલો" માર્ચ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ થતા 118થી વધુ પોલીસકર્મીઓ સહિત અનેક પ્રદર્શનકારીઓ ઘાયલ થયા. પોલીસે ટિયર ગેસ છોડી લાઠીચાર્જ કર્યો. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે CJPએ મંગળવારે પણ સંસદ માર્ચ ચાલુ રાખવાની જાહેરાત કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિલ્હીમાં સંગ્રામ! આજે ફરી સંસદ તરફ કૂચ કરશે ‘કોકરોચ’, સોમવારે મોડી રાતથી જંતર-મંતર પર આંદોલન ફરી શરૂ

CJP Parliament March to Continue on Tuesday : ચોમાસુ સત્રના પહેલા જ દિવસે દિલ્હીમા જંતર-મંતર વિસ્તારમાં ભારે વિરોધ પ્રદર્શન જોવા મળ્યું. કોકરોચ જનતા પાર્ટી દ્વારા આયોજિત "સંસદ ચલો" માર્ચ દરમિયાન પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ભારે ઘર્ષણ થયું. સ્થિતિ એટલી વણસી ગઈ કે પોલીસે ટિયર ગેસના શેલ છોડવા પડ્યા અને લાઠીચાર્જ કરવો પડ્યો. આ ઘટનામાં 118થી વધુ પોલીસ કર્મચારીઓ સહિત અનેક પ્રદર્શનકારીઓ ઘાયલ થયા છે.

આજે ફરી સંસદ માર્ચ કરશે કોકરોચ જનતા પાર્ટી

તણાવપૂર્ણ વાતાવરણ અને પોલીસ કાર્યવાહી છતાં CJPના સ્થાપક અભિજિત દીપકેએ મધરાતે જ સ્પષ્ટ કરી દીધું હતું કે તેમનું આંદોલન અટકશે નહીં અને મંગળવારે પણ સંસદ તરફ માર્ચ ચાલુ રાખવામાં આવશે.

સોમવારે જંતર મંતર ખાલી થયું પણ રાત્રે ફરી આંદોલનકારીઓ ભેગા થઈ ગયા

સોમવારે દિવસે દિલ્હી પોલીસે જંતર-મંતર પરથી CJPનું મંચ અને બેરિકેડ્સ હટાવી દીધા હતા. પરંતુ સોમવારે મોડી રાત્રે જંતર-મંતર પર સેંકડો પ્રદર્શનકારીઓ ફરી ભેગા થઈ ગયા હતા અને તેમણે નવો તંબૂ તેમજ અસ્થાયી મંચ ઊભો કરી દીધો હતો.

This block has encountered an error and cannot be previewed.

CJPના કાર્યકરો અને વિદ્યાર્થીઓ ગત 6 જૂનથી જંતર-મંતર પર સતત પ્રદર્શન કરી રહ્યા છે. તેમની મુખ્ય માંગણી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવાની છે. શિક્ષણશાસ્ત્રી અને સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક પણ આ આંદોલનના સમર્થનમાં અનિશ્ચિતકાલીન ભૂખ હડતાળ પર બેઠા હતા. જોકે, તબિયત લથડતાં દિલ્હી પોલીસે તેમની અટકાયત કરીને સફદરજંગ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

જ્યાં સુધી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

- કોકરોચ જનતા પાર્ટી

પથ્થરમારો અને લાઠીચાર્જ

સોમવારે સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે "સંસદ ચલો" નું આહ્વાન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો લોકો ઉમટી પડ્યા હતા. સંસદ તરફ જઈ રહેલી ભીડને રોકવા માટે પોલીસે બેરિકેડિંગ કર્યું હતું. પ્રદર્શનકારીઓ તરફથી પથ્થરમારો થતાં પોલીસે ટિયર ગેસના શેલ છોડ્યા અને લાઠીચાર્જ કર્યો હતો.

  • પોલીસ જવાનો ઘાયલ: દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આ હિંસક અથડામણમાં 118થી વધુ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે.
  • પ્રદર્શનકારીઓ ઘાયલ: પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલા ઘર્ષણના અનેક વીડિયો સામે આવ્યા છે, જેમાં અનેક પ્રદર્શનકારીઓ પણ ઈજાગ્રસ્ત દેખાઈ રહ્યા છે.
  • ઈન્ટરનેટ સેવાઓ બહાલ ન થઈ: સુરક્ષાના ભાગરૂપે જંતર-મંતર અને તેની આસપાસના વિસ્તારોમાં મોડી રાત સુધી મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ રાખવામાં આવી હતી.

સરકાર સાથે વાટાઘાટો: જેપી નડ્ડાને સોંપાયું માંગણીપત્ર

એક તરફ રસ્તા પર હિંસક માહોલ હતો, તો બીજી તરફ સરકારે વાટાઘાટોનો માર્ગ ખુલ્લો રાખ્યો હતો. સોમવારે CJPના પ્રતિનિધિમંડળે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા સાથે બે વાર બેઠક કરી હતી. સાંજે 4:00 વાગ્યે CJPના પ્રતિનિધિઓએ જે.પી. નડ્ડાને મળીને પોતાની 3 મુખ્ય માંગણીઓ ધરાવતું લેખિત મેમોરેન્ડમ સોંપ્યું હતું.

દિલ્હી પોલીસની કાર્યવાહી અને મંગળવાર માટેની તૈયારીઓ

  • સ્થિતિ વણસતી જોઈને દિલ્હી પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પોલીસે આ હિંસા પાછળ કોઈ મોટું કાવતરું છે કે કેમ તેની તપાસ શરૂ કરી દીધી છે.
  • CCTV ફૂટેજ અને મોબાઈલ વીડિયોના આધારે તપાસ ચાલી રહી છે.
  • અનેક એફઆઈઆર (FIR) નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
  • મંગળવારે ફરીથી માર્ચ કરવાની જાહેરાત બાદ સુરક્ષા વ્યવસ્થા યથાવત રાખવામાં આવી છે.

શું સરકાર અને પ્રદર્શનકારીઓ વચ્ચેની વાટાઘાટો સફળ થશે કે પછી મંગળવારે ફરી દિલ્હીના રસ્તાઓ પર હિંસક ઘર્ષણ જોવા મળશે?