India

CJP પ્રદર્શન પર CJI સૂર્યકાંતનું મોટું નિવેદન, કહ્યું, 'યુવાનોને સજાની નહીં, કાઉન્સેલિંગની જરૂર'

By GS Team
5 Aug 20262 mins read
TukuTouch Logo
દિલ્હીમાં 'કોકરોચ જનતા પાર્ટી'ના પ્રદર્શન મુદ્દે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો નિર્ણય કર્યો છે. CJI સૂર્યકાન્તે પોલીસને સંયમ જાળવી યુવાનો સાથે સંવાદ સાધવા જણાવ્યું. અરજીમાં અભદ્ર ભાષા વાપરનારા પ્રદર્શનકારીઓ સામે કડક કાર્યવાહી અને 7 દિવસની સામાજિક સેવાની સજાની માંગ કરાઈ છે. CJIએ યુવાનોને સમજાવવા અને કાઉન્સેલિંગ આપવા પર ભાર મૂક્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

CJP પ્રદર્શન પર CJI સૂર્યકાંતનું મોટું નિવેદન, કહ્યું, 'યુવાનોને સજાની નહીં, કાઉન્સેલિંગની જરૂર'

CJI Suryakant On Cockroach Protest: દિલ્હીમાં તાજેતરમાં થયેલા વિદ્યાર્થી વિરોધ પ્રદર્શન દરમિયાન જોવા મળેલા CJPના પ્રદર્શન મુદ્દે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે. અરજીમાં પ્રદર્શનકારીઓ સામે કડક કાર્યવાહી અને 7 દિવસની સામાજિક સેવાની સજાની માંગ કરવામાં આવી છે. દેશના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાન્તે આ મામલે પોલીસને સંયમ જાળવવા અને યુવાનો સાથે સંવાદ સાધવા પર ભાર મૂક્યો છે.

અરજીમાં શું માંગ કરવામાં આવી છે?

અરજીકર્તાઓએ જંતર-મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શન દરમિયાન અભદ્ર અને વાંધાજનક ભાષાનો ઉપયોગ કરનારા યુવાનો સામે કડક પગલાં લેવા અને ભવિષ્યમાં આવા કૃત્યો અટકાવવા માટે 7 દિવસની 'કમ્યુનિટી સર્વિસ' (સામાજિક સેવા) ની સજા આપવાની સૂચના આપી છે.

મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાન્તની મહત્વપૂર્ણ ટિપ્પણીઓ

સંયમ અને કાઉન્સેલિંગની જરૂર: CJIએ સ્પષ્ટ કર્યું કે, ગુસ્સામાં આવીને પથ્થરમારો જેવી હરકતો કરનારા ભટકેલા યુવાનો પર પણ પોલીસે તાત્કાલિક લાઠીચાર્જ ન કરવો જોઈએ. તેમને ડરાવવા-ધમકાવવાને બદલે પ્રેમથી સમજાવવા અને કાઉન્સેલિંગ આપવું જરૂરી છે.

કડક વલણથી તણાવ વધશે: સુપ્રીમ કોર્ટે સરકાર અને વહીવટીતંત્રને ચેતવણી આપતા જણાવ્યું કે, વધુ પડતું આક્રમક કે કડક વલણ સમાજમાં તણાવ વધારી શકે છે. યુવાનો રસ્તા પર ઉતરીને વિરોધ શા માટે કરી રહ્યા છે, અને તેમની નારાજગીનું સાચું કારણ શું છે, તે બેસીને સાંભળવું જરૂરી છે.

કાયદો અને વ્યવસ્થા સુરક્ષા એજન્સીઓ પર નિર્ભર: યુવાનો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવાની સાથે કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે, જમીન પર કાયદો અને વ્યવસ્થા જાળવવાનો આખરી નિર્ણય સુરક્ષા એજન્સીઓ પર જ છોડવો જોઈએ. આવી પરિસ્થિતિઓ સાથે કેવી રીતે નિપટવું તેનો અનુભવ પોલીસ અને સુરક્ષા એજન્સીઓને વધુ હોય છે.