India

CBSEનો નવો '3 લેગ્વેજ' ફોર્મ્યુલા: સ્કૂલોમાં હવે 2 ભારતીય ભાષાઓ ભણવી ફરજિયાત, અંગ્રેજી 'વિદેશી ભાષા' ગણાશે

By GS TEAM
8 Apr 20262 mins read
TukuTouch Logo
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે (CBSE) નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) હેઠળ શાળાઓમાં વિદ્યાર્થીઓને ભણાવાતી ભાષાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. અત્યાર સુધી વિદ્યાર્થીઓને માત્ર બે ભાષાઓ ભણાવાતી હતી, જોકે CBSE ‘3 લેગ્વેજ’ના નવા ફોર્મ્યુલા મુજબ હવે શાળાઓમાં ત્રણ ભાષા ભણવી ફરજીયાત કરવામાં આવી છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, અંગ્રેજીને ‘વિદેશી ભાષા’ ગણવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

CBSEનો નવો '3 લેગ્વેજ' ફોર્મ્યુલા: સ્કૂલોમાં હવે 2 ભારતીય ભાષાઓ ભણવી ફરજિયાત, અંગ્રેજી 'વિદેશી ભાષા' ગણાશે

CBSE New Language Rule : કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે (CBSE) નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) હેઠળ શાળાઓમાં વિદ્યાર્થીઓને ભણાવાતી ભાષાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. અત્યાર સુધી વિદ્યાર્થીઓને માત્ર બે ભાષાઓ ભણાવાતી હતી, જોકે CBSE ‘3 લેગ્વેજ’ના નવા ફોર્મ્યુલા મુજબ હવે શાળાઓમાં ત્રણ ભાષા ભણવી ફરજીયાત કરવામાં આવી છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, અંગ્રેજીને ‘વિદેશી ભાષા’ ગણવામાં આવી છે.

CBSE ‘3 લેગ્વેજ’ એટલે શું

શિક્ષણ બોર્ડે R1, R2, R3થી ત્રણ લેગ્વેજ ફોર્મ્યુલા બનાવી છે...

  • R1 (Language 1) : આમાં તે ભાષાનો સમાવેશ કરાયો, જે બાળક વધુ જાણે છે (જેમ કે ગુજરાતી) આ ભાષાને ઉચ્ચ સ્તરે ભણાવવામાં આવશે.
  • R2 (Language 2) : આમાં સ્ટાન્ડર્ડ લેવલની બીજી ભાષાનો સમાવેશ કરાયો છે અને આ ભાષા મધ્ય સ્તરે ભણાવવામાં આવશે.
  • R3 (Language 3) : આમાં નવી ફરજિયાત ભાષા સામેલ છે, જેની ધોરણ-6થી શરૂઆત થશે.

અંગ્રેજી હવે વિદેશી ભાષા ગણાશે

સૌથી ચોંકાવનારો ફેરફાર એ છે કે, નવા નિયમોમાં અંગ્રેજીને વિદેશી ભાષા ગણવામાં આવી છે. આનો અર્થ એ થયો કે, જો તમે બાળકને અંગ્રેજી ભણાવવા ઈચ્છો તો તેણે બે ભારતીય ભાષા (જેમ કે હિન્દી-ગુજરાતી અથવા હિન્દી-મરાઠી) ફરજિયાત પસંદ કરવી પડશે. હવે તમે માત્ર ‘હિન્દી અને અંગ્રેજી’ વાંચીને માત્ર ધોરણ-10 પાસ નહીં કરી શકો.

આ પણ વાંચો : ઈરાનને ખતમ કરવાની ધમકી અને પછી યુદ્ધવિરામ, જાણો છેલ્લી ઘડીએ એવું તો શું થયું

નવી ભાષા અને નવો પડકાર

સૌથી મોટો પડકાર એ છે કે, ઉત્તર ભારતની શાળાઓમાં દક્ષિણ અથવા પૂર્વની ભારતીય ભાષાઓ ભણાવવા માટે શિક્ષકોની ભારે અછત છે. જો વિદ્યાર્થી ઓડિયા અથવા તમિલ ભણવા ઈચ્છે તો શાળાઓ પાસે શિક્ષક નથી. 

ગણિત અને વિજ્ઞાનમાં ‘એડવાન્સ’ વિકલ્પ

વાલીઓ માટે સૌથી સારા સમાચાર એ છે કે, ગણિત અને વિજ્ઞાનમાં એડવાન્સ વિકલ્પનો ઉમેરો કરાયો છે. એટલે કે ધોરણ-9થી ‘મૈથ્સ’ અને ‘સાયન્સ’ની સાથે ‘એડવાન્સ્ડ’ લેવલ પણ સામેલ કરાયું છે. જો તમારા બાળકને એન્જિનિયરિંગમાં રસ છે તો તે ‘એડવાન્સ્ડ’ પેપર (25 નંબરની જુદી ટેસ્ટ) પરીક્ષા આપી શકશે. ખાસ વાત એ છે કે, એડવાન્સ્ડ પેપરના માર્ક કુલ ટકાવારીમાં ઉમેરાશે નહીં, પરંતુ માર્કશીટ પર ‘એડવાન્સ્ડ લેવલ પાસ’નો ઉલ્લેખ હશે.

આ પણ વાંચો : 'આશા છે કે શાંતિ લાંબો સમય રહેશે...', ઈરાન-US યુદ્ધવિરામ પર ભારતનું પહેલું નિવેદન