Business

AIના ભયથી વૈશ્વિક શેરબજારોમાં કડાકો, આ દેશનું માર્કેટ ક્રેશ થતાં 20 મિનિટ સુધી ટ્રેડિંગ રોકવું પડ્યું!

By GS Team
6 Nov 20262 mins read
TukuTouch Logo
અમેરિકન શેરબજારમાં મોટો કડાકો બોલતા રોકાણકારોના $3 ટ્રિલિયન (રૂ. 270 લાખ કરોડથી વધુ) ધોવાઈ ગયા. AI ક્ષેત્રે આશંકાઓ અને મિડટર્મ ચૂંટણી બાદ નવા પ્રતિબંધોની ભીતિએ ચિપ ઉત્પાદક કંપનીઓના શેરો તૂટ્યા. દક્ષિણ કોરિયા અને જાપાનના બજારો પણ મોટા ગાબડા સાથે ખુલ્યા. જોકે, ભારતીય શેરબજારમાં સેન્સેક્સ 900 પોઇન્ટ અને નિફ્ટી 200 પોઇન્ટ ઉછળ્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

AIના ભયથી વૈશ્વિક શેરબજારોમાં કડાકો, આ દેશનું માર્કેટ ક્રેશ થતાં 20 મિનિટ સુધી ટ્રેડિંગ રોકવું પડ્યું!

Global Market Crash: અમેરિકન શેરબજારમાં મોડી રાત્રે અચાનક મોટો કડાકો બોલી ગયો છે, જેના કારણે રોકાણકારોની સંપત્તિમાંથી આશરે 3 ટ્રિલિયન ડૉલર (રૂ. 270 લાખ કરોડથી વધુ)નું ધોવાણ થઈ ગયું છે. આ કડાકામાં S&P 500 ઇન્ડેક્સ 3 ટકાથી વધુ તૂટ્યો હતો, જ્યારે ડાઉ જોન્સમાં 4 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. નેસ્ડેક (Nasdaq) 5.52 ટકાના ઘટાડા સાથે 24,315.00ના સ્તરે બંધ રહ્યો હતો. આ તબાહી પાછળ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(AI) ક્ષેત્રને લઈને ઊભી થયેલી આશંકાઓ મુખ્ય કારણ માનવામાં આવે છે. અમેરિકન મિડટર્મ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીની જીત બાદ AI ડેટા સેન્ટર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ પર નવા પ્રતિબંધો લાગવાની ભીતિથી ચિપ ઉત્પાદક કંપનીઓના શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી.

દક્ષિણ કોરિયામાં 20 મિનિટ માટે ટ્રેડિંગ સ્થગિત, જાપાનના બજારમાં પણ મોટું ગાબડું

અમેરિકન શેરબજારમાં કડાકા અને AI સંબંધિત ડરની અસર એશિયાઈ બજારો પર પણ જોવા મળી હતી. શુક્રવારે દક્ષિણ કોરિયાનું બજાર 'કોસ્પી' (KOSPI) ખુલતાની સાથે જ 8 ટકાથી વધુ તૂટીને લોઅર સર્કિટ પર પહોંચી ગયું હતું. શરૂઆતી કારોબારમાં તે 8.5 ટકા ઘટીને 5000ના સ્તરથી નીચે જતો રહ્યો હતો, જેના કારણે ટ્રેડિંગ 20 મિનિટ માટે સ્થગિત કરવું પડ્યું હતું. તેવી જ રીતે જાપાનનો 'નિકેઈ' (Nikkei) ઇન્ડેક્સ પણ 6 ટકા (3600થી વધુ પોઇન્ટ) તૂટીને 57,434.77ના સ્તરે આવી ગયો હતો. જાપાનનું બજાર છેલ્લા એક મહિનામાં 18 ટકાથી વધુ ગગડ્યું છે.

ભારતીય શેરબજારમાં શાનદાર તેજી

એશિયાઈ બજારોમાં કડાકા વચ્ચે ભારતીય શેરબજારમાં સુધારો જોવા મળ્યો છે. બીએસઈ સેન્સેક્સ 900 પોઇન્ટના ઉછાળા સાથે 80,000ની સપાટી વટાવી ગયો છે, જ્યારે નિફ્ટી 200 પોઇન્ટ વધીને 24,740ને પાર પહોંચ્યો છે. જોકે, મુખ્ય સૂચકાંકોમાં તેજી હોવા છતાં મોટાભાગના સામાન્ય રોકાણકારોના પોર્ટફોલિયો 'રેડ' (નુકસાનમાં) બતાવી રહ્યા છે. બજાર નિષ્ણાતોના મતે, આ તેજી મુખ્યત્વે લાર્જકેપ શેરોને આભારી છે, જ્યારે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં 2 ટકા સુધીનો ઘટાડો થયો છે. મોટાભાગના નાના રોકાણકારો પાસે મિડ અને સ્મોલકેપ શેરો વધુ હોવાથી તેમનું પોર્ટફોલિયો ઘટી રહ્યો છે.