India

અયોધ્યાની કોલેજમાં ચિઠ્ઠી પર લખેલી મળી બોમ્બ બનાવવાની રીત!, 3 વિદ્યાર્થીઓની એજન્સીઓએ કરી તપાસ

By GS Team
1 Aug 20262 mins read
TukuTouch Logo
અયોધ્યાની રાજર્ષિ દશરથ મેડિકલ કોલેજમાં બોમ્બ બનાવવાની બ્લુપ્રિન્ટ મળતા ચકચાર મચી છે. શનિવારે સવારે X-Ray વિભાગના ડ્રોઅરમાંથી બોમ્બ બનાવવાની રીત દર્શાવતો શંકાસ્પદ દસ્તાવેજ મળ્યો. પોલીસે મુખ્ય શંકાસ્પદ વિદ્યાર્થી સરફરાજ સહિત 3 લોકોની અટકાયત કરી છે. બલરામપુરના સરફરાજની શુક્રવારે રાત્રે ડ્યુટી હતી. અયોધ્યા પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ સઘન તપાસ કરી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અયોધ્યાની કોલેજમાં ચિઠ્ઠી પર લખેલી મળી બોમ્બ બનાવવાની રીત!, 3 વિદ્યાર્થીઓની એજન્સીઓએ કરી તપાસ

Bomb Making Blueprint Found In Ayodhya: ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લામાં આવેલી રાજર્ષિ દશરથ મેડિકલ કોલેજમાંથી એક અત્યંત ચોંકાવનારો અને ગંભીર મામલો સામે આવ્યો છે. શનિવારે સવારે કોલેજના એક્સ-રે (X-Ray) વિભાગના એક ડ્રોઅરમાંથી બોમ્બ બનાવવાની કથિત રીત અને લેઆઉટ દર્શાવતો એક શંકાસ્પદ દસ્તાવેજ મળી આવતા હડકંપ મચી ગયો છે. ઘટનાની જાણ થતાં જ કોલેજ તંત્રએ તુરંત પોલીસને જાણ કરી હતી, જેના આધારે સુરક્ષા એજન્સીઓ અને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

તપાસમાં સામે આવી આ વિગતો

શનિવારે સવારે લગભગ 8:00 વાગ્યે જ્યારે એક્સ-રે વિભાગના ઈન્ચાર્જે ડ્રોઅર ખોલ્યું તો તેમાં બોમ્બ બનાવવાની પદ્ધતિ લખેલો એક કાગળ મળી આવ્યો. તેમણે તુરંત ચીફ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ (CMS) ડો. અરવિંદ સિંહને જાણ કરી, જેમણે સ્થાનિક પોલીસને સ્થળ પર બોલાવી. પ્રાથમિક તપાસ અનુસાર, શુક્રવારે આખી રાત એક્સ-રે રૂમમાં ફર્સ્ટ યરના વિદ્યાર્થી સરફરાજની ડ્યુટી હતી, જે બલરામપુર જિલ્લાનો રહેવાસી છે. પોલીસને આશંકા છે કે, આ લેઆઉટ તેણે તૈયાર કર્યો હોઈ શકે છે.

3 લોકોની અટકાયત

પોલીસે શંકાસ્પદ દસ્તાવેજ જપ્ત કરીને મુખ્ય શંકાસ્પદ વિદ્યાર્થી સરફરાજની અટકાયત કરી છે. શુક્રવાર રાત્રે તેની સાથે હાજર રહેલા અન્ય બે યુવકો - અભિષેક અને સંતોષની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. હાલમાં અયોધ્યા પોલીસ અને ઈન્ટેલિજન્સ એજન્સીઓ આ કોઈ ગંભીર ષડયંત્ર છે કે, પછી વાતાવરણ બગાડવા માટે કરાયેલી કોઈ કરતૂત, તે દિશામાં સઘનતાથી તપાસ કરી રહી છે. તો બીજી તરફ કોલેજ તંત્રએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા હાથ ધરી છે.