રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ પહેલા ભાજપનો પલટવાર: 'રાહુલ સંસદમાં જૂઠ્ઠાણું ફેલાવી રહ્યા છે, વિદ્યાર્થીઓનું અપમાન કર્યું'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

BJP Counterattacks Rahul Gandhi : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સાંજે 6 વાગ્યાની પ્રેસ કોન્ફરન્સ પહેલા ભારતીય જનતા પાર્ટીએ પત્રકાર પરિષદ યોજીને તેમના તમામ આરોપો પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ રાહુલ ગાંધી પર સંસદમાં જૂઠ્ઠાણું ફેલાવવાનો અને માત્ર સનસની ફેલાવવા માટે કેન્દ્રીય ગૃહમંત્રીનું નામ વટાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ભાજપે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, 'દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર કોઈ ગોળીઓ ચલાવવામાં આવી નથી, અને ન તો કોઈએ આવો આદેશ આપ્યો હતો. રાહુલ ગાંધી જૂઠનો પ્રચાર કરી રહ્યા છે.' કટાક્ષ કરતાં ભાજપે કહ્યું કે, રાહુલ ગાંધીની જેમ કેન્દ્રીય ગૃહમંત્રી ક્યારેય વિદેશ ભાગી જતા નથી.
રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓનું અપમાન કર્યુ : ભાજપ
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા, સંબિત પાત્રાએ રાહુલ ગાંધી પર વિદ્યાર્થીઓનું અપમાન કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, 'રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓની ત્રણ કેટેગરી બતાવીને દેશના યુવાનોનું અપમાન કર્યું છે. વિદ્યાર્થીઓ કોઈ 'ઇડિયટ' કે 'અંધભક્ત' નથી.'
રાહુલ ગાંધીના સંસદમાં આપેલા નિવેદન બાદ ભાજપના આ પલટવારથી રાજકીય ગરમાવો વધી ગયો છે.









