India

ભાજપના મહિલા નેતાએ દિવ્યાંગ મહિલાને અપશબ્દો કહ્યા, ટીકા થતાં પાર્ટીએ ફટકારી 'નોટિસ'

By GS TEAM
24 Dec 20252 mins read
TukuTouch Logo
જબલપુરના ભાજપ નગર ઉપાધ્યક્ષ અંજૂ ભાર્ગવ સામે ભાજપે કડક વલણ અપનાવ્યું છે. ધર્માંતરણના મુદ્દાની વચ્ચે એક દિવ્યાંગ મહિલા સાથે વિવાદ અને અપશબ્દ કહેવાના કારણે અંજૂ ભાર્ગવને કારણ જણાવો નોટિસ પાઠવવામાં આવી છે. ભાજપ તરફથી જાહેર કરાયેલી નોટિસમાં લખવામાં આવ્યું છે કે, જે પ્રકારે દૃષ્ટિહીન મહિલા સાથે અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે અશોભનીય છે અને ભાજપ તેનું સમર્થન કરતું નથી. બીજી બાજુ કોંગ્રેસે દિવ્યાંગ મહિલા સાથે કરેલી અશોભનીય ટિપ્પણી પર ભાજપ નેતાને ઘેરવાનું શરુ કરી દીધું છે. કોંગ્રેસ નગર અધ્યક્ષ સૌરભ શર્માનું કહેવું છે કે, આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાજપના મહિલા નેતાએ દિવ્યાંગ મહિલાને અપશબ્દો કહ્યા, ટીકા થતાં પાર્ટીએ ફટકારી 'નોટિસ'

BJP controversy: જબલપુરના ભાજપ નગર ઉપાધ્યક્ષ અંજૂ ભાર્ગવ સામે ભાજપે કડક વલણ અપનાવ્યું છે. ધર્માંતરણના મુદ્દાની વચ્ચે એક દિવ્યાંગ મહિલા સાથે વિવાદ અને અપશબ્દ કહેવાના કારણે અંજૂ ભાર્ગવને કારણ જણાવો નોટિસ પાઠવવામાં આવી છે. ભાજપ તરફથી જાહેર કરાયેલી નોટિસમાં લખવામાં આવ્યું છે કે, જે પ્રકારે દૃષ્ટિહીન મહિલા સાથે અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે અશોભનીય છે અને ભાજપ તેનું સમર્થન કરતું નથી. બીજી બાજુ કોંગ્રેસે દિવ્યાંગ મહિલા સાથે કરેલી અશોભનીય ટિપ્પણી પર ભાજપ નેતાને ઘેરવાનું શરુ કરી દીધું છે. કોંગ્રેસ નગર અધ્યક્ષ સૌરભ શર્માનું કહેવું છે કે, આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવે. 

આ પણ વાંચોઃ વધુ 3 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની SIR ડ્રાફ્ટ યાદી જાહેર, ચૂંટણી પંચે 95 લાખ ઉમેદવારોના નામ રદ કર્યા

શું હતી ભાજપ નેતાની વિવાદિત ટિપ્પણી

સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહેલા વીડિયો પર કાર્યવાહી કરતાં પાર્ટીએ અંજૂ ભાર્ગવ દ્વારા દૃષ્ટિહીન મહિલા સાથે અભદ્રતા કરવામાં આવી છે અને ત્યાં હાજર બ્લાઇન્ડ મહિલાને એવું કહે છે કે, 'તું આ જન્મમાં અંધ બની છે અને આગલા જન્મમાં પણ અંધ જ બનીશ. માંગમાં સિંદૂર ભરે છે અને બાળકોને ઇસાઈઓ વચ્ચે શું કરવા લઈને આવે છે?' 

ભાજપની કાર્યવાહી

ત્યાર બાદ ભાજપે કારણ જણાવો નોટિસ પાઠવી 7 દિવસમાં જવાબ માંગ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, 7 દિવસમાં તમારો જવાબ પાર્ટીને સ્પષ્ટ કરો નહીંતર પાર્ટી યોગ્ય કાર્યવાહી કરશે. આ નોટિસમાં પૂછવામાં આવ્યું છે કે, સોશિયલ મીડિયા પર પ્રસારિત વીડિયોના માધ્યમથી એ જાણકારી મળી છે કે, તમે દૃષ્ટિહીન મહિલા સાથે વિવાદિત અને અશોભનીય શબ્દોનું ઉચ્ચારણ કર્યું છે. તમે ભાજપના જવાબદાર પદાધિકારી છો, જેની પાસેથી આ પ્રકારના વ્યવહાર અને કૃત્યોની કલ્પના ન કરી શકાય. 7 દિવસની અંદર ઘટનાના સંદર્ભે સ્પષ્ટીકરણ રજૂ કરો. 

આ પણ વાંચોઃ BMC ચૂંટણીમાં શાખ બચાવવા ઠાકરે બંધુએ હાથ મિલાવ્યાં, NDA નું વધશે ટેન્શન!

કોંગ્રેસની પ્રતિક્રિયા

કોંગ્રેસના નગર અધ્યક્ષ સૌરભ શર્માનું કહેવું છે કે, ભાજપ શહેરમાં સાંપ્રદાયિકતા ફેલાવવાનું કામ કરે છે. ભાજપના નેતાઓની કથની અને કરનીમાં અંતર છે. જે ભાજપના જિલ્લા ઉપાધ્યક્ષ એક મહિલા છે, તેમ છતાં તેઓ દિવ્યાંગ યુવતીને અશોભનીય વાતો કહી રહ્યા છે. કોંગ્રેસ જે પણ ગંગા-જમના તહેઝીબના ખંડિત કરશે તેની સામે કોર્ટમાં જઈને ન્યાય અપાવવાનું કામ કરશે.