Get The App

ભાજપે રાજ્યસભા માટે વધુ 4 ઉમેદવાર જાહેર કર્યા: આઠવલેને ફરી તક તો વિનોદ તાવડેની પહેલીવાર એન્ટ્રી

Updated: Mar 4th, 2026

GS TEAM

Google News
Google News
ભાજપે રાજ્યસભા માટે વધુ 4 ઉમેદવાર જાહેર કર્યા: આઠવલેને ફરી તક તો વિનોદ તાવડેની પહેલીવાર એન્ટ્રી 1 - image


BJP Rajya sabha Candidates list : ભારતીય જનતા પાર્ટી (BJP) એ રાજ્યસભાની આગામી ચૂંટણી માટે બુધવારે વધુ ચાર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી આ નવી યાદીમાં કેન્દ્રીય મંત્રી સહિત સંગઠનના દિગ્ગજ નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે.

ભાજપે રાજ્યસભા માટે વધુ ચાર નામો પર લગાવી મહોર

ભાજપ દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલી યાદી મુજબ, મહારાષ્ટ્રના દિગ્ગજ નેતાઓ અને સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. આ યાદીમાં કેન્દ્રીય મંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (RPI) ના પ્રમુખ રામદાસ આઠવલે, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે, રામરાવ વડકુતે અને માયા ચિંતામણ ઈવનાતે ના નામ સામેલ છે. અગાઉ ભાજપે છ રાજ્યો માટે નવ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી, ત્યારબાદ આ બીજી યાદી બહાર પાડવામાં આવી છે.

ભાજપે રાજ્યસભા માટે વધુ 4 ઉમેદવાર જાહેર કર્યા: આઠવલેને ફરી તક તો વિનોદ તાવડેની પહેલીવાર એન્ટ્રી 2 - image

રામદાસ આઠવલેને રિપીટ કરાયા, વિનોદ તાવડેની પ્રથમવાર એન્ટ્રી

આ યાદીમાં સૌથી મહત્વનું નામ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેનું છે, જેમને ભાજપે ફરી એકવાર રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે પ્રથમ વખત ઉચ્ચ સદન એટલે કે રાજ્યસભામાં પ્રવેશ કરશે. વિનોદ તાવડે સંગઠનમાં મજબૂત પકડ ધરાવે છે અને મહારાષ્ટ્રના રાજકારણમાં મોટું નામ છે. આ ઉપરાંત રામરાવ વડકુતે અને માયા ચિંતામણ ઈવનાતેને ટિકિટ આપીને ભાજપે વિવિધ વર્ગોને પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ કર્યો છે.

રાજ્યસભા ચૂંટણીનું ગણિત અને ભાજપની રણનીતિ

આગામી રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણીઓ માટે ભાજપ એક પછી એક પોતાના પત્તા ખોલી રહ્યું છે. જે રીતે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી રહી છે, તે જોતા સ્પષ્ટ થાય છે કે ભાજપ આગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ પહેલા પોતાના સાથી પક્ષોને સાધવાની સાથે સંગઠનના વફાદાર નેતાઓને પુરસ્કાર આપી રહ્યું છે. મહારાષ્ટ્રના રાજકારણની દ્રષ્ટિએ આ નામો અત્યંત મહત્ત્વના માનવામાં આવી રહ્યા છે.