India

જન્મ-મૃત્યુ પ્રમાણપત્રના નિયમો બદલાયા : હવે ઘરે બેઠા મોબાઈલથી જ બનાવો, જાણો ઓનલાઈન રીત

By GS Team
5 Aug 20262 mins read
TukuTouch Logo
સંસદમાં જન્મ-મૃત્યુ નોંધણી સુધારા વિધેયક પસાર થતા, હવે બોગસ પ્રમાણપત્રો પર અંકુશ આવશે. નવા નિયમ મુજબ, 2 વર્ષ પછી નોંધણી માટે પ્રથમ શ્રેણીના મેજિસ્ટ્રેટનો આદેશ ફરજિયાત બન્યો છે. નાગરિકો crsorgi.gov.in પોર્ટલ પર ઘરે બેઠા ઓનલાઈન જન્મ/મૃત્યુ પ્રમાણપત્ર મેળવી શકશે, જેમાં હોસ્પિટલના દસ્તાવેજો અને આઈડી પ્રૂફ અપલોડ કરવા પડશે. 21 દિવસમાં નોંધણી કરાવવી હિતાવહ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જન્મ-મૃત્યુ પ્રમાણપત્રના નિયમો બદલાયા : હવે ઘરે બેઠા મોબાઈલથી જ બનાવો, જાણો ઓનલાઈન રીત

New Birth Death Certificate Rules: જન્મ અને મૃત્યુ નોંધણી સુધારા વિધેયક સંસદના બંને ગૃહમાંથી પસાર થઈ ગયું છે. આ નવા કાયદાની સીધી અસર બાળકોના બર્થ સર્ટિફિકેટ અને સ્વજનોના ડેથ સર્ટિફિકેટ બનાવવાની પ્રક્રિયા પર પડશે. આ કાયદાનો મુખ્ય હેતુ બોગસ પ્રમાણપત્રો પર રોક લગાવવાનો અને નોંધણી પ્રક્રિયાને સંપૂર્ણ પારદર્શક બનાવવાનો છે.

નિયમોમાં શું થયો ફેરફાર?

નવા કાયદા હેઠળ સૌથી મોટો ફેરફાર મોડેથી થતી નોંધણી અંગે કરવામાં આવ્યો છે. જો જન્મ કે મૃત્યુના 2 વર્ષ પછી પણ રજીસ્ટ્રેશન કરવામાં ન આવે, તો તેના માટે પ્રથમ શ્રેણીના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટનો આદેશ મેળવવો અનિવાર્ય રહેશે. તેથી, કાનૂની મુશ્કેલીઓથી બચવા સમયસર પ્રમાણપત્ર મેળવવું જરૂરી બન્યું છે.

તમે ઘરે બેઠા ફોન કે કમ્પ્યુટર દ્વારા પણ ઓનલાઈન અરજી કરી શકો છો

ઓનલાઈન બર્થ સર્ટિફિકેટ કેવી રીતે બનાવવું?

CRS પોર્ટલ: crsorgi.gov.in અથવા સ્થાનિક નગરપાલિકા/મહાનગરપાલિકાની વેબસાઈટ પર જાઓ.

સાઇન અપ/લોગિન: 'General Public Signup' અથવા 'Citizen Login' દ્વારા એકાઉન્ટ બનાવી લોગિન કરો.

અરજી પ્રક્રિયા: 'Add Birth Registration' પર ક્લિક કરી બાળકના જન્મની તારીખ, સ્થાન, માતા-પિતાની માહિતી અને ઓળખ પત્રની વિગતો ભરો.

દસ્તાવેજ અપલોડ: હોસ્પિટલની ડિસ્ચાર્જ સ્લિપ અને માતા-પિતાના આઈડી પ્રૂફની સ્કેન કોપી અપલોડ કરો.

સબમિટ: ફોર્મ સબમિટ કરી એપ્લિકેશન રેફરન્સ નંબર સેવ કરો. થોડા દિવસોમાં પોર્ટલ પરથી ડિજિટલી સાઈન થયેલ સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકાશે.

ઓનલાઈન ડેથ સર્ટિફિકેટ કેવી રીતે બનાવવું?

CRS પોર્ટલ અથવા નગરપાલિકાની વેબસાઈટ પર લોગિન કરી 'Add Death Registration' વિકલ્પ પસંદ કરો.

મૃતકની વિગતો જેવી કે મૃત્યુની તારીખ, સમય, સ્થળ અને અરજદારની સંપૂર્ણ માહિતી ભરો.

ડોક્ટર/હોસ્પિટલનું ડેથ સર્ટિફિકેટ તેમજ મૃતક અને અરજદારનું ઓળખ પત્ર અપલોડ કરી ફોર્મ સબમિટ કરો.

ધ્યાનમાં રાખવા જેવી મહત્વપૂર્ણ બાબતો:

જન્મ કે મૃત્યુની નોંધણી 21 દિવસની અંદર કરાવી લેવી હિતાવહ છે.

જો રજીસ્ટ્રેશનમાં 2 વર્ષથી વધુ સમયનો વિલંબ થશે તો જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની મંજૂરી ફરજિયાત રહેશે.

વિગતો ભરતી વખતે તમામ નામ, તારીખ અને સરનામું હોસ્પિટલના રેકોર્ડ અને ઓળખ પત્ર મુજબ જ દાખલ કરવા.