India

ફરી થશે નીતિશ કુમાર અને લાલુ યાદવનું 'મિલન'! બિહારમાં ચૂંટણી પહેલા રાજકીય ખેલ શરૂ

By GS Team
11 Jan 20252 mins read
This article was originally published on 11 Jan 2025
TukuTouch Logo
બિહારમાં RLJP (રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી) દ્વારા મકર સંક્રાંતિ નિમિત્તે દહીં-ચૂડા ભોજનું આયોજન કરવામાં આવ્યું છે. જેના કારણે બિહારનું રાજકારણ ગરમાયું છે. કારણકે, એવી વાત સામે આવી રહી છે કે, RLJPના અધ્યક્ષ પશુપતિ કુમારે આ આયોજનમાં લાલુ યાદવથી લઈને નીતિશ કુમાર સહિતના તમામ રાજકીય નેતાઓને નિમંત્રણ મોકલ્યું છે. જો આ વાત સાચી પડે તો બંને નેતા લાંબા સમય બાદ એકસાથે જોવા મળશે. જે બિહારના રાજકારણની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનું છે. વળી, એવી પણ માહિતી સામે આવી રહી છે કે, પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીના આવાસ પર પણ દહીં-ચૂડાનું આયોજન કરવામાં આવશે. જેમાં RJD ની પ્રથા અનુસાર, તેઓ તમામ પાર્ટીને નિમંત્રણ આપશે. જોકે, હવે એ વાત પર તમામ લોકોની નજર ટકેલી રહેશે કે, આ ભોજમાં એનડીના કયા-કયા નેતા આવે છે?

Summarized by AI; it may make mistakes. Check important info

ફરી થશે નીતિશ કુમાર અને લાલુ યાદવનું 'મિલન'! બિહારમાં ચૂંટણી પહેલા રાજકીય ખેલ શરૂ

Bihar Politics: બિહારમાં RLJP  (રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી) દ્વારા મકર સંક્રાંતિ નિમિત્તે દહીં-ચૂડા ભોજનું આયોજન કરવામાં આવ્યું છે. જેના કારણે બિહારનું રાજકારણ ગરમાયું છે. કારણકે, એવી વાત સામે આવી રહી છે કે, RLJPના અધ્યક્ષ પશુપતિ કુમારે આ આયોજનમાં લાલુ યાદવથી લઈને નીતિશ કુમાર સહિતના તમામ રાજકીય નેતાઓને નિમંત્રણ મોકલ્યું છે. જો આ વાત સાચી પડે તો બંને નેતા લાંબા સમય બાદ એકસાથે જોવા મળશે. જે બિહારના રાજકારણની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનું છે. વળી, એવી પણ માહિતી સામે આવી રહી છે કે, પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીના આવાસ પર પણ દહીં-ચૂડાનું આયોજન કરવામાં આવશે. જેમાં RJD ની પ્રથા અનુસાર, તેઓ તમામ પાર્ટીને નિમંત્રણ આપશે. જોકે, હવે એ વાત પર તમામ લોકોની નજર ટકેલી રહેશે કે, આ ભોજમાં એનડીના કયા-કયા નેતા આવે છે? 

કોંગ્રેસે પણ દહીં-ચૂડાનું કર્યું આયોજન

વળી, કોંગ્રેસ તરફથી દર ,વર્ષની જેમ સદાકત આશ્રમમાં દહીં-ચૂડાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહાગઠબંધનની તમામ પાર્ટીઓ જોડાશે. ભાજપ તરશફથી પણ ખબર સામે આવી રહી છે કે, ભાજપ ઓફિસમાં દહીં-ચૂડાનું આયોજન કરશે. જેમાં તમામને નિયંત્રણ મોકલવામાં આવશે. પરંતુ, દર વખતની જેમ વિરોધી પાર્ટીના નેતા ના બરાબર સામેલ થશે. વળી, નીતિન, નવીનથી લઈને વિજય સિન્હા પણ દહીં-ચૂડાનું આયોજન કરી રહ્યાં છે અને આ વર્ષે પણ કરશે.

આ પણ વાંચોઃ પાઠશાળાના બદલે મધુશાળા બની, ઝાડૂ પરથી દારુ પર આવી ગયા: કેજરીવાલ પર અનુરાગ ઠાકુરના આકરા પ્રહાર

રાબડી દેવી પર રહેશે તમામની નજર

જેડીયુ તરફથી અત્યાર સુધી વરિષ્ઠ નેતા વશિષ્ઠ નારાયણ સિંહ આયોજન કરતા રહે છે, પરંતુ સ્વાસ્થ્ય ઠીક ન રહેવાના કારણે આ વખતે તે નથી કરી રહ્યાં. પરંતુ, જેડીયુ તરફથી કોણ કરશે તેના પર તસવીર સ્પષ્ટ નથી થઈ. વળી, બીજી બાજું અન્ય રાજકીય પાર્ટી પણ પોતાના હિસાબે દહીં-ચૂડાનું આયોજન કરી રહી છે. પરંતુ, સૌથી વધારે ધ્યાન રાબડી દેવી અને પશુપતુ કુમાર પારસના ભોજ પર રહેશે.

આ પણ વાંચોઃ મહાકુંભમાં 'પાપી' વાળા નિવેદન પર વિવાદ વકર્યો, શંકરાચાર્યનો ચંદ્રશેખરને સણસણતો જવાબ

જોકે, બિહારના રાજકારણને નજીકથી જાણતા લોકો અનુસાર, આ વખતે કોઈ રાજકીય હલચલ થવાની સંભાવના ઓછી છે. કારણ કે, લાલુ યાદવના ઓફરને નીતિશ કુમારે જેવી નકારી કે તુરંત જ આવી તમામ સંભાવનાઓ લગભગ ખતમ થઈ ગઈ છે. પરંતુ, તેમ છતાં લોકોની નજર દહીં-ચૂડા પર રહશે. કારણકે, બિહારના દહીં-ચૂડા મોટા રાજકીય મેસેજ આપતું રહ્યું છે અને આ વર્ષે તો ચૂંટણી પણ છે.