વિદેશ જનારા મુસાફર માટે મોટા સમાચાર: એર ઈન્ડિયાએ ભાડામાં ઘટાડો કર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Air India International Flight Ticket Price Drop : વિદેશ પ્રવાસ કરનારા મુસાફરો માટે મોટી રાહત થઈ છે. એર ઈન્ડિયાએ અમેરિકા, કેનેડા, યુરોપ, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જતી પોતાની લાંબા અંતરની ફ્લાઇટ્સ પર ફ્યુઅલ સરચાર્જ (Fuel Surcharge) ઓછો કરી દીધો છે. નવા દરો 1 જુલાઈ 2026થી લાગુ થઈ ગયા છે. આનાથી આ રૂટો પર મુસાફરી કરનારા મુસાફરોની ટિકિટ પહેલાની સરખામણીમાં થોડી સસ્તી થઈ શકે છે.
ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા બાદ લીધો નિર્ણય
Air India એ એપ્રિલ 2026માં પશ્ચિમ એશિયામાં વધેલા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) ના ભાવમાં થયેલા તીવ્ર વધારા બાદ ફ્યુઅલ સરચાર્જ લગાવ્યો હતો. તે સમયે એરલાઇન્સનો ઓપરેટિંગ ખર્ચ ઘણો વધી ગયો હતો. હવે તેલના ભાવમાં નરમાશ આવ્યા બાદ કંપનીએ મુસાફરોને રાહત આપવાનો નિર્ણય કર્યો છે.
કેટલી કપાત કરવામાં આવી?
નવી વ્યવસ્થા હેઠળ ઉત્તર અમેરિકા (North America) અને ઓસ્ટ્રેલિયા જતી ફ્લાઇટ્સ પર ફ્યુઅલ સરચાર્જ 280 ડોલરથી ઘટાડીને 200 ડોલર પ્રતિ ટિકિટ કરી દેવામાં આવ્યો છે. જ્યારે યુરોપ અને બ્રિટન માટે આ ભાવ 205 ડોલરથી ઘટાડીને 125 ડોલર પ્રતિ ટિકિટ કરી દેવામાં આવ્યો છે. એટલે કે કેટલાક રૂટો પર ફ્યુઅલ સરચાર્જમાં અંદાજે 39% સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે.
ઘરેલું ફ્લાઇટ્સ પર કોઈ ફેરફાર નહીં
હાલમાં આ રાહત માત્ર પસંદગીની લાંબા અંતરની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર જ આપવામાં આવી છે. Air Indiaની ડોમેસ્ટીક ફ્લાઇટ્સ અને અન્ય આંતરરાષ્ટ્રીય રૂટો પર લાગુ ફ્યુઅલ સરચાર્જમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કંપની પરિસ્થિતિ પર નજર રાખી રહી છે, અને આગળ તેલના ભાવના વલણને આધારે નિર્ણય લઈ શકે છે.
મુસાફરોને મળી શકે છે રાહત
એવિએશન ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતોનું કહેવું છે કે, એરલાઇન્સના કુલ ઓપરેટિંગ ખર્ચમાં એવિએશન ટર્બાઇન ફ્યુઅલનો હિસ્સો અંદાજે 40 થી 45 ટકા જેટલો હોય છે. આવા સમયમાં ઇંધણ સસ્તું થવાનો ફાયદો ધીમે-ધીમે ટિકિટના ભાડામાં પણ જોવા મળી શકે છે. એવું માનવામાં આવે છે કે, જો વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ આ જ રીતે નિયંત્રણમાં રહેશે, તો આવનારા સમયમાં બીજી એરલાઇન્સ પણ ફ્યુઅલ સરચાર્જ ઘટાડવા પર વિચાર કરી શકે છે.









