Get The App

મહારાષ્ટ્રના બારામતીમાં ફરી પ્લેન ક્રેશ, અજિત પવાર સાથે વિમાન દુર્ઘટના અહીં જ ઘટી હતી

Updated: May 13th, 2026

GS TEAM

Google News
Google News
મહારાષ્ટ્રના બારામતીમાં ફરી પ્લેન ક્રેશ, અજિત પવાર સાથે વિમાન દુર્ઘટના અહીં જ ઘટી હતી 1 - image


Baramati Plane Crash | મહારાષ્ટ્રના બારામતીમાં ફરી એકવાર પ્લેન ક્રેશ થયાની માહિતી સામે આવી છે. આ પ્લેન એક ટ્રેઇની વિમાન હતું. માહિતી અનુસાર આ ટુ સીટર વિમાન બારામતીના ગોજુબાબી ગામમાં જ તૂટી પડ્યું હતું. તેમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાયાની માહિતી સામે આવી રહી છે. ઉલ્લેખનીય છે કે અજિત પવારનું પ્લેન પણ અહીં જ બારામતીમાં ક્રેશ થયું હતું.  બંને ટ્રેઇની પાયલટ સુરક્ષિત હોવાની માહિતી સામે આવી રહી છે. 

અજિત પવાર સાથેની દુર્ઘટનાની યાદ તાજી થઈ

ઉલ્લેખનીય છે કે, આ એ જ બારામતી વિસ્તાર છે જ્યાં અગાઉ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન પણ અકસ્માતનો ભોગ બન્યું હતું. ફરી એકવાર એ જ સ્થળે પ્લેન ક્રેશ થતાં સુરક્ષા અને ટેક્નિકલ પાસાઓ પર સવાલો ઊભા થઈ રહ્યા છે. સદનસીબે આ ઘટનામાં જાનહાનિ અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી મળી નથી, પરંતુ તપાસ એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી રહી છે.