India

મધ્ય પ્રદેશના રીવામાં કંકોત્રી વહેંચવા જતાં પિતા-પુત્રને બેફામ કારે ફંગોળ્યા, 3 મોત

By GS TEAM
8 Feb 20262 mins read
TukuTouch Logo
મધ્ય પ્રદેશના રીવા જિલ્લામાં શનિવારે સાંજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહીં તેજ રફ્તાર વૈભવી કારની ટક્કરથી બાઈક સવાર 3 લોકોના કરુણ મોત નિપજ્યા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતકોમાં પિતા-પુત્ર સામેલ છે, જેઓ લગ્નકંકોત્રી વહેંચવા જઈ રહ્યા હતા. આ ઘટના બાદ ઓડી કાર ચલાવી રહેલ ડ્રાઈવરને કસ્ટડીમાં લઈ લીધો છે અને આ મામલે તપાસ વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મધ્ય પ્રદેશના રીવામાં કંકોત્રી વહેંચવા જતાં પિતા-પુત્રને બેફામ કારે ફંગોળ્યા, 3 મોત

Madhya Pradesh Accident: મધ્ય પ્રદેશના રીવા જિલ્લામાં શનિવારે સાંજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહીં તેજ રફ્તાર વૈભવી કારની ટક્કરથી બાઈક સવાર 3 લોકોના કરુણ મોત નિપજ્યા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતકોમાં પિતા-પુત્ર સામેલ છે, જેઓ લગ્નકંકોત્રી વહેંચવા જઈ રહ્યા હતા. આ ઘટના બાદ ઓડી કાર ચલાવી રહેલ ડ્રાઈવરને કસ્ટડીમાં લઈ લીધો છે અને આ મામલે તપાસ વધુ તપાસ હાથ ધરી છે.

ઘટના સ્થળ પર જ મોત

આ ઘટનાની જાણકારી આપતા પોલીસે જણાવ્યું કે, 'આ અકસ્માત શહેરથી લગભગ 8 કિમી દૂર રાયપુર કર્ચુલિયાન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના  કોષ્ટા રાજમાર્ગ પર સર્જાયો હતો. તેજ રફ્તાર ઓડી કારે એક મોટરસાઈકલને ટક્કર મારી દીધી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે, બાઈક પર સવાર ત્રણેય લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા.'

આ પણ વાંચો: રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પર લોહિયાળ હુમલો, મેડિકલ હોસ્ટેલમાં ચાકુબાજી, 4 ઘાયલ

લગ્નકંકોત્રી વહેંચવા જતાં પિતા-પુત્ર સહિત 3ના મોત 

રાયપુર કર્ચુલિયાન પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ વિજય સિંહે જણાવ્યું કે, 'મૃતકોની ઓળખ રીવા જિલ્લાના ચચાઈ નિવાસી ભાગવત વિશ્વકર્મા અને તેમના નાના દીકરા રાહુલના રૂપમાં થઈ છે. ભાગવતના મોટા દીકરાના 24 ફેબ્રુઆરીના રોજ લગ્ન હતા. તેઓ નાન દીકરા સાથે લગ્નકંકોત્રી વહેંચવા જઈ રહ્યા હતા. મોટરસાઈકલ પર સવાર એક અન્ય સબંધીનું પણ આ અકસ્માતમાં મોત થઈ ગયું. કાર ડ્રાઈવરને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે.'