Get The App

રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પર લોહિયાળ હુમલો, મેડિકલ હોસ્ટેલમાં ચાકુબાજી, 4 ઘાયલ

Updated: Feb 8th, 2026

GS TEAM

Google News
Google News
રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પર લોહિયાળ હુમલો, મેડિકલ હોસ્ટેલમાં ચાકુબાજી, 4 ઘાયલ 1 - image


Screengrab

 From X 


Russia Attack News : રશિયાના ઉફા શહેરમાં આવેલી સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીના હોસ્ટેલમાં શનિવારે રાત્રે એક ભયાનક હુમલો થયો હતો. સ્પોર્ટ્સ હોલમાં ઘૂસીને એક કિશોર વયના હુમલાખોરે અંધાધૂંધ ચાકુબાજી કરી, જેમાં ચાર ભારતીય વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે.



જાણો સમગ્ર ઘટના વિશે 

રશિયાના બશ્કોર્તોસ્તાન રિપબ્લિકની રાજધાની ઉફામાં શનિવારે આ ચોંકાવનારી ઘટના બની હતી. યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટેલના સ્પોર્ટ્સ હોલમાં એક સશસ્ત્ર કિશોરે ઘૂસીને વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો. આ હિંસક ઘટનામાં ચાર ભારતીય વિદ્યાર્થીઓ સહિત અનેક લોકો લોહીલુહાણ થયા છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, હુમલા બાદ હોસ્ટેલમાં અફરાતફરી મચી ગઈ હતી અને ચારે બાજુ લોહીના ડાઘા જોવા મળ્યા હતા.



પોલીસ પર પણ હુમલો 

રશિયાના આંતરિક મંત્રાલયના જણાવ્યા અનુસાર, જ્યારે પોલીસ હુમલાખોરને પકડવા પહોંચી ત્યારે તેણે ધરપકડથી બચવા માટે બે પોલીસકર્મીઓ પર પણ ચાકુથી હુમલો કર્યો હતો. આ ઝપાઝપીમાં હુમલાખોરે પોતાની જાતને પણ ઈજા પહોંચાડી હતી. હાલમાં હુમલાખોર પોલીસ કસ્ટડીમાં છે અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ભારતીય દૂતાવાસની કાર્યવાહી 

આ ઘટના બાદ રશિયામાં આવેલું ભારતીય દૂતાવાસ સક્રિય થયું છે. કઝાન સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસના અધિકારીઓ તાત્કાલિક ઉફા જવા રવાના થયા છે જેથી ઘાયલ વિદ્યાર્થીઓને પૂરતી તબીબી સહાય અને મદદ પૂરી પાડી શકાય. દૂતાવાસ રશિયન સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે અને આ હુમલા પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. રશિયામાં અભ્યાસ કરતા અન્ય આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં આ ઘટનાને પગલે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.