India

બિહારમાં વધુ એક બ્રિજે લીધી 'જળસમાધિ'! 1710 કરોડના ખર્ચે નિર્માણાધીન બ્રિજનો પિલ્લર ધરાશાયી

By GS Team
17 Aug 20241 min read
This article was originally published on 17 Aug 2024
TukuTouch Logo
બિહારમાં બ્રિજ ધરાશાયી થવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. તાજેતરનો મામલો અગુવાની સુલતાનગંજ ફોરલેન બ્રિજનો છે. જ્યાં બ્રિજના 9 નંબરના પિલ્લરનો સ્ટ્રક્ચર ફરી એકવાર ધ્વસ્ત થઈ ગયો. ઘટનાસ્થળે હાજર લોકોએ કહ્યું કે આ ઘટના શનિવારે સવારે બની હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

બિહારમાં વધુ એક બ્રિજે લીધી 'જળસમાધિ'! 1710 કરોડના ખર્ચે નિર્માણાધીન બ્રિજનો પિલ્લર ધરાશાયી
Image : IANS (File pic)

Bihar Bridge Collapse: બિહારમાં બ્રિજ ધરાશાયી થવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. તાજેતરનો મામલો અગુવાની સુલતાનગંજ ફોરલેન બ્રિજનો છે. જ્યાં બ્રિજના 9 નંબરના પિલ્લરનો સ્ટ્રક્ચર ફરી એકવાર ધ્વસ્ત થઈ ગયો. ઘટનાસ્થળે હાજર લોકોએ કહ્યું કે આ ઘટના શનિવારે સવારે બની હતી. 

જોરદાર ધડાકા જેવો અવાજ આવ્યો 

ઘટનાસ્થળે હાજર લોકોએ દાવો કર્યો હતો કે ગંગા નદીમાં આવેલા પૂર અને તેજ વહેણને લીધે 9 નંબરના પિલ્લર પર તૈયાર સુપર સ્ટ્રક્ચરનો અમુક ભાગ બચી ગયો હતો જે અચાનક ધસીને પાણીમાં સમાઈ ગયો. જેવો જ આ સ્ટ્રક્ચર ધરાશાયી થઇ પાણીમાં પડ્યો કે તરત જ એવો ધડાકા જેવો અવાજ આવ્યો કે આજુબાજુના રહેવાશીઓ ગભરાઈ ગયા હતા.

આ પણ  વાંચો : ઝારખંડમાં મોટી કરુણાંતિકા, જળાશયમાં ન્હાવા પડતાં 6 બાળકોનાં ડૂબી જતાં મોત, રોષે ભરાયા લોકો

ત્રીજી વખત સ્ટ્રક્ચર ધરાશાયી 

તમને જાણીને એ પણ નવાઈ થશે કે અગવાની સુલ્તાનગંજ ફોરલેન બ્રિજનો કોઈ હિસ્સો ધરાશાયી થયો હોય તેવી આ ત્રીજી ઘટના છે. અગાઉ 20 એપ્રિલ 2022ના રોજ રાત્રે પવનને લીધે પણ 5 નંબરનો પિલ્લર ધરાશાયી થઈ ગયો હતો. તેના પછી 4 મે 2023ના રોજ અગવાની તરફના પિલ્લર નંબર 9,10, 11, 12 ના સુપર સ્ટ્રક્ચરે જળસમાધિ લઈ લીધી હતી.