એક ભારતીયએ 9/11 જેવી તબાહી થતાં અટકાવી! UPSC શતાબ્દી સમારોહમાં PM મોદીએ સ્મિત મચ્છરને બિરદાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Captain Smit Machhar Pilot Hero : યુપીએસસી(UPSC)ના શતાબ્દી સમારોહ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય પાઇલટ સ્મિત મચ્છરના અદ્ભુત સાહસ અને જાંબાજીનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે એક ભારતીય પાઇલટે પોતાની અદ્ભુત સૂઝબૂઝ અને અડગ મનોબળથી મોટી આફત ટાળીને 9/11 જેવી ગંભીર ઘટના થતી અટકાવી લીધી છે. દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં બનેલી આ ઘટનામાં કૅપ્ટન સ્મિત મચ્છરે જે પ્રકારે અત્યંત કપરા સંજોગોમાં પણ ધૈર્ય, સાહસ અને બહાદુરીનું પ્રદર્શન કર્યું છે, તેણે દરેક દેશવાસીનું મસ્તક ગર્વથી ઊંચું કરી દીધું છે.
પરિવાર સાથે વાતચીત અને સ્વાસ્થ્ય માટે પ્રાર્થના
આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ કૅપ્ટન સ્મિત મચ્છરના પિતા ભૂપેન્દ્રભાઈ, માતા ગીતાબહેન અને પત્ની સોનલ સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી હતી અને પરિવારની હિંમતને બિરદાવી હતી. આજે આખી દુનિયા તેમની આ વીરતા પર ગર્વ અનુભવી રહી છે. વડાપ્રધાને દેશવાસીઓને અનુરોધ કર્યો છે કે આપણે સૌ સાથે મળીને સ્મિત મચ્છરના ઉત્તમ સ્વાસ્થ્ય અને શીઘ્ર સ્વસ્થ થવા માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ. આ ગંભીર કટોકટીની સ્થિતિમાં કૅપ્ટન સ્મિત મચ્છરે પ્લેનમાં સવાર કુલ 180 મુસાફરોના અમૂલ્ય પ્રાણ બચાવીને એક અનુકૂળ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
વૈશ્વિક સ્તરે થઈ રહી છે વીરતાની પ્રશંસા
કૅપ્ટન સ્મિત મચ્છરની આ અસાધારણ અને પ્રેરણાદાયી બહાદુરીના વિશ્વભરમાં ભરપૂર વખાણ થઈ રહ્યા છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને રાષ્ટ્રપતિ ઇસાક હરઝોગે તેમને એક સાચા હીરો ગણાવતા તેમનો આભાર વ્યક્ત કર્યો છે. આ તરફ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સ્મિતની પ્રશંસા કરતાં તેમને બહાદુર હીરો ગણાવ્યા છે. ગંભીર રીતે ઘાયલ હોવાની સાથે અત્યંત જોખમી પરિસ્થિતિઓ વચ્ચે પણ અદમ્ય સાહસ દાખવીને જીવના જોખમે કોકપીટ ખોલીને પ્લેનને સંકટમાંથી ઉગારી લેનાર સ્મિત મચ્છર પર સમગ્ર દેશને ગર્વ છે.




